મારામારી:સાયલાના ઢીંકવાળી ગામે સામાન્ય બાબતે સાત શખ્સોએ મળી બે યુવકો પર હુમલો કર્યો

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં કારણ વગર અપશબ્દો બોલવા પ્રશ્ને વિધાનસભાની ચૂંટણી પહેલા જ મારામારી થતા સાયલા પોલીસ દ્વારા હાલ તાલુકા ગ્રામ્યમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.સામાન્ય બાબતે થયેલા ઝગડા બાબતે નથુ બાવળીયા અને દિલીપ મશરુભાઇને મારામારીમાં ઇજા થતા પ્રથમ સાયલા ખાતેના સરકારી દવાખાને તેમજ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ધજાળા પોલીસ સ્ટેશનથી બારૈયા વાડીએ જતા હતા, તે સમયે તે જ ગામના વિજય તેમજ ગરાંભડીના મુકેશ ધનજીભાઇ નામના શખ્સોને માથાકૂટ થવા પામી હતી. કારણ વગર ગાળો દેતા હતા તે સમયે થાર કારમાં સાત શખ્સો લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢીંકવાળીની આ ચકચારી ઘટના અંગે સાત શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધજાળા પી.એસ.આઇ તેમજ ધજાળા પોલીસ દ્વારા તે જ ગામના ત્રણ શખ્સો લીંબાભાઇ તળશીભાઇ ગોરધનભાઇ બારૈયા તેમજ એમ.કે.ઇસરાણી સહીતનો ગણતરીના સમયમાં જ ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...