તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો પોકાર:દસાડામાં પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની, પંચાયતમાં જઇ હલ્લાબોલ મચાવ્યો

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
દસાડામાં પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની, પંચાયતમાં જઇ હલ્લાબોલ મચાવ્યો
 • દસાડામાં એકબાજુ પારાવાર ગંદકીને બીજી બાજુ પાણીની પારાયણ
 • 40 ડીગ્રી તાપમાનમાં મહિલાઓને પીવાના પાણી માટે કરવો પડી રહ્યો છે રઝળપાટ

દસાડા ગામે આકરા ઉનાળામાં પીવાના પાણીનો પોકાર શરૂ થતાં ગામની મહિલાઓને 40 ડીગ્રીના તાપમાં પીવાના પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. દસાડામાં એકબાજુ પારાવાર ગંદકીને બીજી બાજુ પાણીની પારાયણ ઉભી થતા દસાડાની મહિલાઓ રણચંડી બની પંચાયત કચેરીએ ધસી જઇ હલ્લાબોલ મચાવ્યો હતો.

દસાડ‍ા ગ્રામ પંચાયત છેલ્લાં બે-ત્રણ વર્ષથી રામ ભરોશે હોવાની બૂમરાડ ઉઠી છે. દસાડામાં હાલમાં એકબાજુ પારાવાર ગંદકીથી રોગચાળો બેકાબુ બનતા ઘેર-ઘેર માંદગીના ખાટલા છે. દસાડામાં કોરોનાના સંક્રમણે પણ માંઝા મૂકી છે. અત્યાર સુધીમાં કોરોનાના ભરડામાં આઠથી દશ લોકોના અકાળે મોત નિપજ્યાં છે. દસાડાના ગ્રામ પંચાયતમાં પણ ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યાં છે. બીજી બાજુ દસાડા ગ્રામ પંચાયતમાં પાણી માટે પ્રજા વલખાં મારી રહી છે. દસાડા ગામે આકરા ઉનાળામાં પીવાના પાણીનો પોકાર શરૂ થતાં ગામની મહિલાઓને ભર બપોરે ખરા તાપમાં 40 ડીગ્રીના તાપમાં પીવાના પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.

દસાડામાં એકબાજુ પારાવાર ગંદકીને બીજી બાજુ પાણીની પારાયણ ઉભી થતા દસાડાની મહિલાઓ રણચંડી બની પંચાયત કચેરીએ ધસી જઇ હલ્લાબોલ મચાવ્યો હતો. અને પંચાયતના સરપંચ વિરૂદ્ધ હાય-હાયના નારાઓ લગાવી છાજીયા લીધા હતા. દસાડામાં ગ્રામ પંચાયતમાં સરપંચ, ઉપસરપચ કે કોઇ સભ્ય હાજર ન હોવાથી પાણીની રજૂઆત કરવા આવેલા લોકો અને મહિલાઓ અકળાઇ નથી અને પંચાયતમાં જ અડીંગો જમાવી ગંદકી અને પીવાના પાણીના પ્રશ્ને ઉગ્ર રજૂઆતો કરી હતી.

આ અંગે દસાડા ગ્રામજનો દ્વારા અવારનવાર ઉચ્ચ અધિકારીઓને અને સરપંચને લેખિત અને મૌખીક રજૂઆત કરી છે છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી હાથ ધરાઇ નથી. આ અંગે દસાડામાં પારાવાર ગંદકી અને પીવાના પાણીના પ્રશ્ને દસાડા ગ્રામ પંચાયત દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરી આ પ્રશ્નનો કાયમી નિવેડો લાવવામાં નહીં તો દસાડા ગ્રામજનો ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ મહિલાઓએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો