તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણા:કોરોનામાં જીવના જોખમે કામગીરી કરી છતાં કારણ વિના છૂટા કરાતાં કર્મીઓએ રેલી યોજી આંદોલન કર્યું

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર પાલિકાના છૂટા કરેલા રોજમદાર કર્મીઓએ રેલી યોજી કચેરી બહાર ધરણા પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ કર્યા હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગર પાલિકાના છૂટા કરેલા રોજમદાર કર્મીઓએ રેલી યોજી કચેરી બહાર ધરણા પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ કર્યા હતા.
  • સુરેન્દ્રનગર પાલિકામાં પાવડી વિભાગ અને ગાંધી હોસ્પિટલના રોજમદારોને છૂટા કરાયા
  • અમને ખોટી રીતે છૂટા કરાયા છે, નોકરી પર પરત લેવા ગાંધી હોસ્પિટલના કર્મચારીઓની માગણી

સુરેન્દ્રનગર પાલિકા પવડી વિભાગના 25થી વધુ રોજમદારોને છૂટા કર્યા બાદ પરત લેવાની માગ કરી હતી. પરંતુ રજૂઆત છતાં પરત લીધા ન હતા. જ્યારે ગાંધી હોસ્પિટલના વર્ગ-4ના કર્મીને પણ છૂટા કર્યા હોવાથી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. તેઓ પાલિકા અને હોસ્પિટલ બહાર ઉપવાસ આંદોલન પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર પાલિકા : પાલિકામાં શહેરમાં વૃક્ષોના કટિંગ, રોડ પરની ધૂળ સાફ કરવી, ખાડા ખોદવા જેવા જુદા જુદા કામો કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પવડી શાખામાં રોજમદાર કામદારોની ભરતી કરાઈ હતી. 1 જુલાઇથી પવડી શાખાના 25થી વધુ કર્મચારીઓને છૂટા કરી દેવાતા કામદારોએ રજૂઆત કરી કે અમને કોઇ નોટિસ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવ્યા છે. જે ગેરકાયદે હોવાથી કામપર પરત લેવા માગ કરી હતી.જો તેમ ન કરાય તો 5 જુલાઇથી આંદોલનની ચીમકી આપી હતી.

આ રજૂઆત બાદ પણ પરત ન લેતા સોમવારે રોજમદારોએ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે પાલિકા સુધી આવ્યા હતા. જ્યારે પાલિકા કચેરી બહાર ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા. જ્યા઼ં અમે કોરોનાના કપરા સમયમાં પણ અમે કામગીરી કરી છે. આ અંગે જોશનાબેન રાઠોડ, મકવાણા હંસાબેન, વાઘેલા કોકીલાબેન સહિતનાઓએ જણાવ્યું કે અત્યારે અમને છૂટા કરી દેવામાં આવે તો પરિવારનું ગુજરાત ચલાવવુ પણ મુશ્કેલ બને તેવી સ્થિતિ છે. આથી પરત કામ પર લઇ લેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

ગાંધી હોસ્પિટલ: સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં આઉટ સોર્સિંગ વર્ગ-4ના કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી કોરોના કામગીરી પણ કરવા છતાં એકાએક છૂટા કરી દેવાતા રોષની લાગણી ફેલાઇ હતી.જેની 15-6-2021ના રોજ તંત્રને કામ પર લેવાની રજૂઆત કરવા છતાં કામ પર લેવાતા કામદારોમાં અસંતોષ ફેલાયો હતો.

આ બાબતે અર્જુન કિશોરભાઈ બારૈયા, વિશાલભાઈ ગેલાભાઈ પાટડિયા, અવિનાશભાઈ ભરતભાઈ વાઘેલા, જ્યોતિબેન મુકેશભાઈ મકવાણા, જયેશભાઈ વિનોદભાઈ વાળા વગેરે કામદારોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, કોરોનાની પહેલી લહેરીથી જ કામ કરીએ છીએ તેમજ બીજી લહેરમાં પણ પોતાના જીવના જોખમે કામગરી કરી હોવા છતા અમો 7 કર્મીને છૂટા કર્યાનું કારણ દર્શાવ્યા વિના તેમજ નોટિસ પગાર આપ્યા વિના ગેરકાયદે છૂટા કર્યા છે. હાલ કામદારોની જરૂરિયાત હોવા છતા કામદારોને છૂટા કર્યા છે. આથી કામદારોને કામ પર પરત લેવાની માગ સાથે ગાંધી હોસ્પિટલમાં જ તા. 5-7-2021ને સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છીએ.

અન્ય સમાચારો પણ છે...