સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદથી તબાહીનું મંજર જોવા મળ્યું હતુ. જેમાં ચોટીલા હાઇવે ઉપરની દુકાનોના પતરા ઉડ્યા હતા. ચોટીલામાં વાતવરણમાં પલ્ટો આવ્યા બાદ કરા સાથે વરસાદ અને પવનના સૂસવાટા સાથે વાવાઝોડું ફૂંકાયું હતુ. અને ચોટીલા સહિત વિસ્તારમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
ચોટીલા પંથકમાં વરસાદ સાથે પવન હોવાથી ખેડૂતોને જીરું, ધાણા અને ઘઉં જેવા વાવેતર માથે મોટું નુક્સાન વેઠવું પડે છે. તેમજ વાવાઝોડું ફૂંકાયું હોવાથી હાઇવે ઉપરની દુકાનોનાં પતરાં ઉડ્યા હતા. જ્યારે પવનના કારણે શહેરમાં અનેક વિસ્તારોમા વીજ તાર તુટતા વિજ પુરવઠો ખોરવાયો હતો. સદભાગ્યે કોઇ જાનહાની ટળવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.