તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકિય પ્રવૃત્તિ:ચોટીલામાં ગૃરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળઆ પશુઓને સુખડીનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં ગૃરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળઆ પશુઓને સુખડીનું વિતરણ કરાયું - Divya Bhaskar
ચોટીલામાં ગૃરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળઆ પશુઓને સુખડીનું વિતરણ કરાયું
  • દર રવિવારે ગુજરાતભરના જિલ્લાઓની પાંજરાપોળમાં ઘાસ ચારો,ખોળ તેમજ સુખડીનું વિતરણ ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે

હાલમાં કોરોનઆ મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારીની પરવા કર્યા વગર અમદાવાદની ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા ચોટીલા, સાયલા અને લીંબડીના પાંજરાપોળના પશુઓને ખડવવા માટેનો ખોળ તેમજ ઘાસ અને લાપસી આપવામાં આવી હતી.

અમદાવાદની ગુરુકૃપા ફાઉન્ડેશન છેલ્લા 4 વર્ષથી સેવાકિય પ્રવૃત્તિમાં કાર્યરત છે અને આચાર્ય ભગવદ્દ ભાવચંદ્ર સ્વામીનો જન્મદિવસના દિવસ અને સાથોસાથ ચાતુર્માસમાં પ્રવેશ હોવાથી પ્રવચનમાં મહારાજ સાહેબે પ્રેરણાથી આ સેવાકિય પ્રવૃત્તિમાં રસ દાખવ્યો હતો. ગુરુકૃપા ફાઉન્ડેશન 9 સભ્યોથી કાર્યરત કર્યું હતું ત્યારે દરમાસે 9000 રૂપિયામા આ સેવાકિય પ્રવુતિ ચાલુ કરેલ હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓની પાંજરાપોળ જઇને ખોળ, ઘાસ, કેળાં, તેમજ ઘાસચારો કરાવતા હતા અને તેઓએ શરૂઆત 9 સભ્યોથી કરેલ આજે 250 થી 300 સભ્યો થઈ ગયા છે.

દર મહિને સભ્ય દીઠ 1000 ના ફંડ સાથે કુલ અઢીથી ત્રણ લાખ એકઠા કરી આવી સેવાકિય પ્રવુતિ કરતા રહે છે તેઓ આજે ચોટીલા,સાયલા,લીંબડી સહિતના ગામોના પાંજરાપોળ ખાતે ખોળ,ઘાસચારો અને લાપસી સહિત પશુઓને ખવડાવવામાં આવ્યો હતો. દર શનિવારે અમદાવાદમાં ગરીબો,મંદ બુદ્ધિના બાળકો, અનાથ આશ્રમ,વૃધ્ધા આશ્રમની મુલાકાત લઈને તેઓને જમડવા સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...