તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:ચોટીલામાં સેવાભાવી સંસ્થાએ વાવાઝોડાથી પ્રભાવિત શિયાળબેટમાં રહેતા લોકો માટે રાશનકીટ પહોંચાડી

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં સેવાભાવી સંસ્થાએ વાવાઝોડાથી પ્રભાવિત શિયાળબેટમાં રહેતા લોકો માટે રાશનકીટ પહોંચાડી - Divya Bhaskar
ચોટીલામાં સેવાભાવી સંસ્થાએ વાવાઝોડાથી પ્રભાવિત શિયાળબેટમાં રહેતા લોકો માટે રાશનકીટ પહોંચાડી
  • રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા 101 પરિવારોને રાશનકિટ આપવામાં આવી

ચોટીલામાં સેવાભાવી સંસ્થાએ વાવાઝોડાથી પ્રભાવિત શિયાળબેટમાં રહેતા લોકો માટે રાશનકિટ પહોંચાડી છે. જેમાં રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા 101 પરિવારોને રાશનકિટ આપવામાં આવી છે. તથા બાળકો માટે બિસ્કિટ તથા નાસ્તો આપી નાના ભૂલકાઓને રાજી કર્યા છે.

લોકોનો મુખ્ય વ્યવસાય મજૂરી તથા ખેતી હોઈ હાલ તેઓ બેરોજગાર બન્યા

વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તાર રાજુલા, જાફરાબાદ, ઉના, મહુવા અને તળાજાના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. ત્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય મજૂરી તથા ખેતી હોઈ હાલ તેઓ બેરોજગાર બન્યા છે. તે બાબતની નોંધ લઈને રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા પીપાવાવ પોર્ટ નજીક આવેલ શિયાળબેટમાં વસતા 101 પરિવારોને રાશનકિટ તથા બાળકો માટે બિસ્કિટ તથા નાસ્તો આપી નાના ભૂલકાઓને રાજી કર્યા હતા.

ટાપુ પર રહેતા પરિવારોને રાશનકિટ પહોંચતી કરી

ચોટીલાના લોકોને અપીલ કરીને એકઠુ કરેલુ રાશન અને નાસ્તો લઈને યુવાઓ વાહન મારફતે પીપાવાવ અને ત્યાંથી બોટનો સહારો લઈને દરિયા વચ્ચે આવેલા શિયાળબેટ ટાપુ પર રહેતા પરિવારોને રાશનકિટ પહોંચતી કરી હતી. આ સેવા કાર્ય માટે ચોટીલા શહેર તેમજ ચોટીલા તાલુકા ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા રાશન કિટ માટે મદદ કરવામાં આવી હતી. આ કાર્યને સફળ બનાવવા રામ-રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસીનખાન પઠાણ, ફેઝલભાઈ વાળા, મેહુલભાઈ ખંધાર, અરમાનખાન પઠાણ, જયેશભાઇ મકવાણા, પાયલબેન મોરી, જ્યોતિબેન સીતાપરા, નીરાલિબેન ચૌહાણ, ગીતાબેન વાઘેલા, રોનકભાઈ બોડાણા, કાળુભાઇ શિયાળીયા, જૈનમભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...