હાલાકી:ચામુંડા પાર્ક-2માં ગટરના પાણીનો નિકાલ કરવા તંત્ર દોડતું થયું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને શાળાએ જવામાં હાલાકી, રોગચાળાનો ભયફેલાયો હતો

સુરેન્દ્રનગરના ચામુંડા પાર્ક-2માં ગટરના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીમાં મૂકાતા રોષ ફેલાયો હતો. આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા પાલિકા તંત્ર દ્વારા ગટરના પાણીના નિકાલની કામગીરી હાથ ધરતા રહીશોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાના વોર્ડ નં. 6માં ચામુંડા પાર્ક-2માં 40થી વધુ મકાનના રહીશોને ગટરના પાણીના કારણે પડતી મુશ્કેલીથી રોષ ફેલાયો હતો. ગટરના પાણીના કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. આ ઉપરાંત બાળકોને શાળાએ લાવવા-મૂકવામાં પણ આ પાણીના કારણે હાલાકી પડતી હતી.

ગંદા પાણીના કારણે રહેણાક વિસ્તારમાં મચ્છર સહિતનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય ફેલાયો હતો. ત્યારે હાલ ચોમાસાના દિવસોમાં આ ગટરના પાણી તેમજ વરસાદી પાણી સહિત બેવડો માર રહિશોને પડી રહ્યો હોવાની સાથે યોગ્ય કાર્યવાહીની માગ ઊઠી હતી. આથી આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા પાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં દોડી જઇને ગટર સહિતના પાણીના નિકાલની કાર્યવાહી થતા રહીશોમાં રાહત ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...