તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • In Case Of Power Supply In Surajpura, A Moat Like 'Bakru Kadta Oont Pethu' Was Formed For The Farmers. If A Separate Feeder Was Provided, The Single Phase Supply Was Stopped.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં આક્રોષ:સુરજપુરામાં વીજ પુરવઠા મામલે ખેડૂતો માટે 'બકરૂ કાઢતા ઊંટ પેઠુ' જેવો ઘાટ રચાયો, અલગ ફિડર અપાયું તો સીંગલ ફેઝ પુરવઠો બંધ થયો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રીપીંગના કારણે અત્યાર સુધીમાં ખેડૂતોની કેટલીય મોટરો બળીને ખાખ થઇ ગઇ
 • સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા સીંગલ ફેજ પુરવઠો ચાલુ થાય તે માટે પીજીવીસીએલમાં રજૂઆત કરાઇ

પાટડીના ઝેઝરી ફિડરમાં આવતા ખેડૂતોને લોડ વધારાના કારણે ખેડૂતોના ઉગ્ર આંદોલન બાદ કમાલપુરમાંથી સુરજપુરાનું ફિડર ચાલુ કરાયું છે. પણ અગાઉ સરકારી યોજનામાં મળતો સીંગલ ફેસ વિજ પુરવઠો બંધ કરાતા 'બકરૂ કાઢતા ઊંટ પેઠુ' જેવો ઘાટ સર્જાયો છે. આથી સુરજપુરાના ખેડૂતો દ્વારા સીંગલ ફેજ પુરવઠો ચાલુ થાય તે માટે પીજીવીસીએલમાં રજૂઆત કરાઇ છે.

ટ્રીપીંગના કારણે અત્યાર સુધીમાં ખેડૂતોની સેંકડો મોટરો બળીને ખાખ થઇ

પાટડી પીજીવીસીએલ કચેરીના તાબામાં આવતા ઝેઝરી ફિડરમાં સુરજપુરા, સડલા, જોરાવરપુરા, ઉપરીયાળા, નાના ગોરૈયા અને ઝેઝરી સહિતના 10થી વધુ ગામોના અંદાજે 400થી વધુ ખેડૂતો ખેતી વિષયક જોડાણ લઇ ખેતી કરે છે. પરંતુ 70થી 80 કિ.મી.લાંબા આ ફિડરમાં લો-વોલ્ટેજની વ્યાપક સમસ્યાના કારણે દિવસમાં 20થી વધુ ટ્રીપીંગના કારણે અત્યાર સુધીમાં ખેડૂતોની કેટલીય મોટરો બળીને ખાખ થઇ ગઇ છે. જેમાં ખેડૂત બળી ગયેલી મોટર રૂ. 20000નો ખર્ચો કરીને રીપેરીંગ કરીને લાવે એટલે તરત જ ફરી મોટર બળી જવાના બનાવો બનવા પામે છે.

ગામડાઓનું અલગ ફિડર શરૂ કરવામાં આવ્યું હતુ

આ સમસ્યા અંગે પાટડી પથંકના ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં અનેકો રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન જ કરવામાં આવતા હતા. આથી લાલઘૂમ બનેલા પાટડી પથંકના ખેડૂતોએ પાટડી પીજીવીસીએલ કચેરીએ ધસી જઇ હલ્લાબોલ મચાવ્યો હતો. બાદમાં પાટડી પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા સુરજપુરા સહિતના ગામડાઓના ખેડૂતોને ઝેઝરી ફિડરમાં લોડ વધારાને કારણે કમાલપુર ફીડરમાંથી સુરજપુરા સહિતના ગામડાઓનું અલગ ફિડર શરૂ કરવામાં આવ્યું હતુ.

સીંગલ ફેજ ચાલુ થાય તો ખેડૂતો વાડીએ રાત્રે રહી શકે

જ્યારે પાટડી તાલુકાના ઝેઝરી ફીડરમાં આવતા ખેડૂતોને સરકારી યોજનામાં મળતો સીંગલ ફેજ વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવતાં 'બકરૂ કાઢતા ઉંટ પેઠુ' જેવો ઘાટ સર્જાયો છે. આથી સુરજપુરા ગામના લાલાભાઇ રબારી સહિતના ગામ આગેવાનો અને ખેડૂતો દ્વારા પાટડી પીજીવીસીએલમાં કરાયેલી લેખીત રજૂઆતમાં જણાવ્યા મુજબ ઝેઝરી ફિડરમાંથી બીજુ નવું ફીડર બનાવતા એમાં ખેડૂતોને મળતો સીંગલ ફેજ પુરવઠો મળતો નથી. આથી તંત્રને વિનંતી છે કે, સુરજપુરા ફિડરનો વિજ પુરવઠો સીંગલ ફેજ ચાલુ થાય તો ખેડૂતો વાડીએ રાત્રે રહી શકે છે. આથી આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એવી વ્યાપક માંગ સુરજપુરા પથંકના ખેડૂતોએ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો