સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ભૃગુપુર ગામે વીજળી પડતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ચૂડા તાલુકાના ભૃગુપુર ગામે મજૂરો ખેતરમાં કામ કરી રહ્યાં હતા તે દરમિયાન વીજળી પડતા ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અત્યાર સુધીમાં ઝાલાવાડ પંથકમાં વીજળી પડવાથી આઠથી વધુ લોકો કાળનો કોળીયો બન્યાં
ચોમાસામાં વાદળછાયા અને વરસાદી વાતાવરણમાં વીજળી પડવાના બનાવો ચિંતાજનક રીતે વધવા પામ્યા છે. અને એમાય ચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં એકમાત્ર ઝાલાવાડ પંથકમાં વીજળી પડવાથી આઠથી વધુ લોકો અકાળે કાળનો કોળીયો બન્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ભૃગુપુર ગામે વીજળી પડતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેમાં વીજળી પડવાથી ઇજાગ્રસ્તોમાં નીરૂબેન લાલજી, ગીતાબેન રાજેશભાઇ અને આરતીબેન રાજેશભાઇને સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.
ભૃગુપુર ગામે વીજળી પડવાથી એક મહિલા સહીત ત્રણ વ્યક્તિઓને ઇજા
ચુડા તાલુકાના ભૃગુપુર ગામે વીજળી પડવાથી એક મહિલા સહીત ત્રણ વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ચુડા તાલુકાના ભૃગુપુર ગામે મજૂરો ખેતરમાં કામ કરી રહ્યાં હતા, તે દરમિયાન વીજળી પડતા ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે લીંબડી ચુડા પંથકમાં વારંવાર વીજળી પડવાના બનાવોથી લોકોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.