રાહત:6 દિવસમાં તાપમાનમાં 3.7 ડિગ્રીનો ઘટાડો, મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો સતત તાપમાનનો પારો વધતા 2 દિવસ 46 ડિગ્રી સુધી તાપમાન રહ્યું હતું. જેને લઇ સુરેન્દ્રનગર જિલ્લો રાજ્ય કક્ષાને તાપમાનમાં સૌથી વધુ ગરમ જિલ્લો બની ગયો હતો. પરંતુ છેલ્લા 6 દિવસ જિલ્લાવાસીઓ માટે થોડી રાહત લઇને આવી રહ્યા છે. 6 દિવસમાં લઘુતમ તાપમાનનો પારો 1.7 ડિગ્રી અને મહત્તમ 3.7 ડિગ્રી ઘટી ગયો હતો. જિલ્લામાં મંગળવારે લઘુતમ તાપમાન 27.1 અને મહત્તમ 42.3 ડિગ્રી પર રહ્યું હતું.ઝાલાવાડમાં મે મહિનાના પ્રથમ 10 દિવસ આકરા તપ્યા હતા. જેમાં તાપમાન સતત વધતા 46 ડિગ્રી 2 દિવસ રહ્યું હતું.

જેના કારણે જિલ્લો રાજ્યમાં તાપમાનની સ્થિતિમાં પહેલા નંબરે પહોંચી જતાં યલો એલર્ટ બાદ ઓરેન્જ એલર્ટ સુધી પારો પહોંચવા આવ્યો હતો. શુક્રવારથી સતત ગરમીનો પારો ગગડવાની શરૂઆત થઇ છે. જેના કારણે ગરમીનો પારો 6 દિવસમાં તાપમાન લઘુતમ 1.7 ડિગ્રી મહત્તમ 3.7 ડિગ્રી ઘટી ગયો હતો. જ્યારે હવાની ગતિમાં 2 કિમીનો વધારો થવા સાથે હવામાં ભેજનું પ્રમાણ 7 ટકા જેટલી વધઘટ થઇ હતી.

આમ જિલ્લાવાસીઓને છેલ્લાં 5 દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી રહી છે. જ્યારે મંગળવારના રોજ જિલ્લાનું લઘુતમ તાપમાન 27.1 ડિગ્રી અને મહત્તમ 42.3 ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવાની ગતીિ 2 કિમી અને ભેજનું પ્રમાણ 7 ટકા રહ્યું હતું. જિલ્લાવાસીઓ છેલ્લા 6 દિવસમાં એવરેજ સવારથી સાંજ સુધીમાં 15.2 ડિગ્રી તાપમાનમાં ફેરફાર અનભવી રહ્યા છે.

6 દિવસ 43થી 44 ડિગ્રીની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી તા.17થી 22 મે દરમિયાન તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. જ્યારે હવાની ગતિ 23થી 25 અને હવામાં ભેજ 28થી 33 ટકા જેટલો રહેવાની આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...