બેરોજગારી:5 વર્ષમાં 22623 યુવાનોને રોજગારી મળી, 12188 હજી કામની શોધમાં

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના કપરા કાળમાં પણ નોકરી મેળવવામાં જિલ્લાના યુવાનો સફળ
  • ITI, ડિપ્લોમા, સ્નાતકનો અભ્યાસ કરનારા 9084 યુવક અને 3104 યુવતીનો સમાવેશ

જિલ્લામાં 5 વર્ષમાં 34811 બેરોજગાર યુવાનોની નોંઘણી કરાઈ હતી. બીજી તરફ કોરોનાના કપરા કાળમાં પણ 22623 યુવાનોએ રોજગારી મેળવી છે. દરમિયાન, વર્ષ 2016-17થી વર્ષ 2020-21 સુધીમાં જિલ્લામાં 12188 યુવાન બેરોજગાર હોવાનું બહાર આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારીની બે થપાટો બાદ અભ્યાસ તેમજ રોજગારીના મળે તેવા દ્વારો ધીરે ધીરે ખૂલ્યા હતા. ત્યાં હવે સંભવિત ત્રીજી લહેર સાથે જિલ્લામાં કોરોનાના દિવસે દિવસે કેસ વધી રહ્યાં છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ઉદ્યોગો અને કંપની સંખ્યા મર્યાદિત રહી છે. આ સ્થિતિમાં નવી નોકરી તો દૂરની વાત પરંતુ છટણી કરવામાં આવે તો યુવાનોને રોજગારી મળવી મુશ્કેલ બનશે.

હાલ જિલ્લામાં યુવક-યુવતીઓની બેરોજગારીનું પ્રમાણ કેટલું છે તેનો તાગ મેળાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર રોજગાર કચેરીમાં ડિસેમ્બર-2021 સુધીમાં જિલ્લામાં બેરોજગારોનું પ્રમાણ 12188ની સંખ્યામાં નોંધાયું હતું, જેમાં ખાસ કરીને ધો. 10, ધો. 12, આઇટીઆઇ, ડિપ્લોમા, સ્નાતક તેમજ બી.એડ્. સુધી અભ્યાસ કરનારા યુવનોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...