કામગીરી:21 દિવસમાં 1542 મતદાન મથકે 34,327 લોકો મતદાર યાદી સુધારણાનો લાભ લીધો

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9310 યુવા મતદારે નામ નોંધાવા ફોર્મ ભર્યાં, 7189 નામ કમી કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના કોઇ પણ મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે નવેમ્બર મહિનાની તા.1થી 21 દરમિયાન જિલ્લાભરમાં કાર્યક્રમ સાથે તા.21ના રોજ ખાશ ઝુંબેશ હાથ ધરાઇ હતી.જેમાં 16,912 લોકોએનામ સુધારા,કમી,નવાઉમેરવા સહિતનોલાભ લીધો હતો. આ અભિયાન તા.30 સુધી ચાલશે. જેમાં આગામી તા.27,28 દરમિયાન ખાસ ઝૂંબેશપણ હાથ ધરાશે. જિલ્લાભરના 1542 મતદાન મથકોએ કે બીએલઓ કક્ષાના અધિકારીની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઇ હતી.

જેમાં 1-1-2022ના રોજ 18 વર્ષ પૂરા થતા હોય તેવા યુવા મતદારોના નામ નોંધણી, સરનામામાં ફેરફાર, મતદાર ઓળખ પત્રમાં વિગતમાં કોઇ ભૂલ હોયતો તેમાં સુધારો કરવો સહિત કરાવાની કામગીરી હાથ ધરાઇ હતી. જે લોકોના અવસાન થવાથી સરનામામાં ફેરફાર, અટકમાં સુધારો ફોટો બદલવો સહિત કાર્યવાહી હાથ ધરાઇ હતી. જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે જીલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર એ.કે.ઔરંગાબાદકરના માર્ગદર્શનમાં રવિવારે 16,912 લોકોએ લાભ લીધો હતો.

ઓનલાઇન સુધારા વધારા કરી શકાશે
​​​​​​​www.Voterportel. eci.gov.in અને www.nsvp.in પર આ સુવિધા મળશે. 1950 હેલ્પલાઇન પણ ઉપયોગ કરી શકાય. મોબાઇલથી ECI (SPACE)મતદારનો ઓળખપત્ર નંબર લખી 1950 નંબર પર SMS મોકલવાથી વિગતો જાણી શકાશે. ESICONTACT (SPACE)મતદારનો ઓળખપત્ર નંબર લખી 1950 પર મોકલવાથી બુથ લેવલ અધિકારીની વિગતો મળશે.

વિધાનસભા બેઠક પ્રમાણે ફોરમ ભરાયાં

વિધાનસભાબેઠકકેન્દ્રોનવા કાર્ડનામ કમીનામ સુધારો

એડ્રેસ ફેરફાર

કુલ
પાટડી30223114221175917131597852
લીંબડી327187240407269731177212
વઢવાણ2831308289611429294125379
ચોટીલા3011858402513715321616089
ધ્રાંગધ્રા32923854226219111362427795
કુલ154297341940871895283109134,327

​​​​​​​

18-19 વર્ષના 9310 યુવાએ ફોર્મ ભર્યા
​​​​​​​પાટડીના 762, લીંબડીના 425, વઢવાણના 634, ચોટીલાના 707, ધ્રાંગધ્રાના 935 એમ કુલ 3463 યુવાને રવિવારે ફોર્મ ભર્યા. અત્યારસુધીમાં વિધાનસભા પ્રમાણે પાટડી 2251, લીંબડી 1624, વઢવાણ 1365, ચોટીલા 2170, ધ્રાંગધ્રા 1900 એમ કુલ 9310 યુવાઓએ મતદાર કાર્ડ માટે ફોર્મ ભર્યા છે.

અન્ય સમાચારો પણ છે...