આજે વિશ્વ જન્મજાત ખામી દિવસ:2022માં 500થી વધુ બાળક ખોડખાપણ ધરાવતાં મળ્યાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં 500થી વધુ બાળકો જન્મ જાત ખોડખાંપણ ધરાવતા મળી આવ્યા હતા. જેની તપાસ  સાથે આરોગ્ય તંત્ર દ્વારા સારવાર કરવામાં આવી હતી. - Divya Bhaskar
જિલ્લામાં 500થી વધુ બાળકો જન્મ જાત ખોડખાંપણ ધરાવતા મળી આવ્યા હતા. જેની તપાસ સાથે આરોગ્ય તંત્ર દ્વારા સારવાર કરવામાં આવી હતી.
  • જિલ્લામાં દર વર્ષે લગભગ 4 લાખથી વધુ બાળકની આરોગ્ય તપાસ થાય છે

તા.3 માર્ચે વિશ્વ જન્મ જાત ખામી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જિલ્લામાં 2022 આ વર્ષે 500થી વધુ બાળકો જન્મ જાત ખોડખાંપણ ધરાવતા મળી આવ્યા હતા. જ્યારે શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે અદાંજે 4 લાખથી વધારે બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ થકી રાજ્યના નવજાત શિશુ થી 18 વર્ષ સુધીના તમામ બાળકોની કોઇ પણ બિમારી માટેની આરોગ્ય તપાસ દર વર્ષે RBSK મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા કરવામાં આવે છે.

જેમાં આંગણવાડીના બાળકોની વર્ષમાં બે વાર અને શાળાના બાળકોની વર્ષમાં એક વાર આરોગ્ય ચકાસણી થાય છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમની હેલ્થ ટીમ કે જેમાં એક પુરૂષ મેડિકલ ઑફિસર, સ્ત્રી મેડીકલ ઓફીસર, ફાર્માશિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નવજાત શિશુ થી 18 વર્ષ સુધીના તમામ બાળકોની આરોગ્ય તપાસ, પ્રાથમિક સારવાર, સંદર્ભ સેવા, રેફરલ સેવા ઓ અને રીફર કરેલા બાળકોના ફોલો અપની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. દર વર્ષે 3 માર્ચના રોજ વિશ્વ જન્મ જાત ખામી દિવસ તરીકે લોકજાગૃતિના કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવે છે.

જે નિમિતે જિલ્લા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમના નોડલ ઓફિસર ડૉ. રમણિક સોનગરા દ્વારા સમગ્ર જિલ્લામાં મળેલા જન્મ જાત ખોડખાંપણ ધરાવતા બાળકોની મળેલી માહિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં 2022 આ વર્ષે RBSK ટીમ દ્વારા કુલ 500થી વધારે બાળકો જન્મ જાત ખોડખાંપણ ધરાવતા મળી આવેલા છે. જેમાંથી મોટા ભાગના બાળકોને RBSK પ્રોગ્રામ અંતર્ગત એકદમ નિઃશુલ્ક સારવાર મળી ગઈ છે અને બાકી બાળકોની સારવાર ચાલી રહેલી છે.

આવા પ્રકારની ખોડખાપણ ધરાવતાં બાળકો મળ્યાં
મગજની ગાંઠ વાળા 8 બાળકો, ડાઉન સિંડ્રોમ વાળા 27 બાળકો, તૂટેલા હોઠ અને તાળવા વાળા 62 બાળકો, ત્રાસા-વળેલા પગ (ક્લબફૂટ) વાળા 65 બાળકો, ડેવલપમેન્ટલ ડિસ્પ્લાસિયા ઓફ હિપ વાળા 4 બાળકો, જન્મજાત મોતિયો વાળા 22 બાળકો, જન્મજાત બધિરતા વાળા 33 બાળકો, જન્મજાત હ્રદય ની તક્લીફ (CHD)વાળા 263 બાળકો, રટાયનોપેથી ઓફ પ્રી મેચ્યોરિટી (RoP)ની તક્લીફ વાળા 7 બાળકો, માઇક્રોકેફેલીની તકલીફ વાળા 7 બાળકો અને મેક્રોકેફેલીની તકલીફવાળા 5 બાળકો .

અન્ય સમાચારો પણ છે...