હવામાન:2 દિવસમાં જિલ્લામાં ગરમીનો પારો 1.2 ડિગ્રી ઘટ્યો, મહત્તમ 40.8 ડિગ્રી

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસ બાદ તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું
  • અગામી 7 દિવસ સુધી વાદળિયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો જૂન મહિનાના પ્રારંભથી ઘટી રહ્યો છે. જેમાં સતત ઘટાડા સાથે તાપમાન 1.5 ડિગ્રી જેટલું ઘટી ગયું હતું.જ્યારે બુધવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં 2 દિવસમાં 1.2 ડિગ્રી ઘટાડા સાથે તાપમાન લઘુતમ 29.0 અને મહત્તમ 40.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવાની ગતિ 21 કિમી અને હવામાં ભેજ 61 ટકા નોંધાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ મે મહિનામાં આકરા ઉનાળાના અનુભવ બાદ જૂન મહિનાની શરૂઆતથી અત્યાર સુધી ગરમીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 1થી 7 તારીખ સુધીમાં 1.5 ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું છે. પરંતુ જિલ્લાવાસીઓને બફારાના કારણે હજુ રાહત મળી ન હતી. ત્યારે મંગળ વર્તાયા હોય તેમ આખો દિવસ ગરમી અને બફારો રહ્યા બાદ બુધવારે પણ સાંજે વાદળછાયા વાતાવરણ સાથે શહેર પર વાળદ પવન સાથે ફરી વળ્યા હતા. જેના કારણે તાપમાનમાં 2 દિવસમાં 1.2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થયો હતો.જેમાં હવાની ગતિ 21 કિમી અને હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા નોંધાયું હતું.

વાદળછાયું વરસાદી વાતાવરણ પણ શહેરીજનોને બફારો અને ઉકળાટ સાથે વહેલી સવારથી બપોર સુધી ગરમીનો અહેસાસ થયો હતો. જિલ્લાવાસીઓએ બુધવારે સવારથી સાંજ સુધીમાં 11.8 ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો ઘટાડો અનુભવ કર્યો હતો. આમ થવા પાછળ અરબ સાગરમાં વરસાદી પવનો અને વાદળો ગુજરાત તરફ આવતા વાતાવરણમાં પલટો આવતા પવનસાથે વરસાદની આાગહી છે.

જિલ્લામાં આગામી 7 દિવસોમાં ગુરુવારથી આગામી બુધવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જ્યારે આ 7 દિવસ દરમિયાન તાપમાન 28થી 29 ડિગ્રી લઘુતમ અને મહતમ 40થી 42 ડિગ્રી જેટલું તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

અન્ય સમાચારો પણ છે...