તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:1 સપ્ટેમ્બરથી ભાવવધારાનો અમલ, ભાવ ન વધારનારા એકમો સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાન સિરામિક એસોસિયેશનનો બેઠકમાં આખરી નિર્ણય

સરકારે રાતોરાત ગેસના ભાવમાં રૂ.4.62 પૈસા વધારી દેતા થાન સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. વ્યવસાયને તાળાં મારવાની સ્થિતિ આવી જતા ઉદ્યોગકારો લડાયક મુડમાં આવી ગયા છે. હવે બજારમાં ટકી રહેવા માટે આગામી 1 સપ્ટેમ્બરથી ખાસ કરીને પ્રથમ તબકકામાં નાના વેપારીઓ પોતાની દરેક પ્રોડક્ટમાં 25 ટકાનો ભાવ વધારો કરીને પછી જ વેપાર કરવાનો નિર્ણય લેવાયો છે. જૂનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે અને જો કોઇ વેપારી નક્કી થયાના ઓછા ભાવે માલ વેચશે તો તેની સામે કાર્યવાહી કરવાનો એસોસિયેસને ગુરુવારની બેઠકમાં નિર્ણય લીધો હતો.

દેશની સાથે વિશ્વના અનેક દેશોમાં આગવી ઓળખાણ ધરાવતા થાન સિરામિક ઉદ્યોગ માથે એક પછી એક નવી મુસીબતો આવી છે. રો-મટિરિયલમાં સતત થતા વધારાની સામે નફાનું પ્રમાણ ઘટી જતા ઉદ્યોગકારોને મોટો આર્થિક ફટકો સહન કરવો પડે છે. તાજેતરમાં કોઇ પણ જાણ કર્યા વગર સરકારે ગેસના ભાવમાં રૂ.4.62 પૈસાનો વધારો ઝીંકી દેતા ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે. ગુરુવારે પ્રથમ તબકકામાં નાના અને ગુજરાતમાં માલ વેચતા ઉદ્યોગકારોની બેઠક મળી હતી. જેમાં આગામી તા.1 સપ્ટેમ્બરથી દરેક વેપારીએ નક્કી કરેલા ભાવથી જ માલ વેચવાનો રહેશે.

અને જો કોઇ વેપારી નીચા ભાવે માલનું વેચાણ કરશે તો તેની સામે કાર્યવાહી કરવાનો એસોસિયેસને નિર્ણય લીધો છે. જ્યારે મોટા ઉત્પાદકો અને વેપારીઓની આગામી સમયમાં બેઠક મળનાર છે. જેમાં તેમની રણનીતિ અને ભાવ નક્કી કરવામાં આવશે. વેપારીઓએ બેઠકમાં એવી પણ ચર્ચા કરી હતી કે આવી સ્થિતિમાં જો કરખાના ચાલુ રાખવા હોય તો ઉદ્યોગપતીઓને દેવુ કરીને બહારથી પૈસા લાવવા પડશે. છતાં બજારમાં ટકીશું કે નહીં તે કહેવું મુશ્કેલ છે. અંતમાં કારખાનાને તાળાં મારવાના દિવસો આવશે. માટે હવે એક બનીને તમામ વધારેલા ભાવથી જ માલનું વેચાણ કરે તે જરૂરી બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...