ટ્રાફિકને અસર:વાંકાનેર-સિંધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે રેલ ટ્રાફિકને અસર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 જૂનની ઓખા-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ રદ્દ કરાઇ, 6 રીશેડ્યુઅલ અને 5 ટ્રેન નિર્ધારીત સમયથી મોડી ચાલશે

વાંકાનેર-સિંધાવરદર સેક્શનમાં ડબલ ટ્રેનું કામ ચાલી રહ્યુ હોવાથી બ્લોક લેવામાં આવ્યો છે.જેના કરણે રેલ યાતાયાતને અસર થતા 7 જૂનની ઓખા દિલ્હી સરાઇ રોહિલા એક્સપ્રેસ ટ્રેન રદ કરાઇ છે.જ્યારે 6 ટ્રેન રીસેડ્યુઅલ અને 5 ટ્રે નિર્ધારીત સમયથી મોડી ચાલશે.

રાજકોટ ડિવિઝનના વાંકાનેર-સિધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવાશે જેના કારણે રેલ વ્યવહારને અસર થઇ છે. આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ, અને ભાવનગર ડિવિઝનના માશુક અહમદે જણાવ્યુ કે ઓખા - દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ દિલ્હી સરાઈ રોહિલ્લા - ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરાઈ છે. જ્યારે 8 જૂનની મુંબઈ સેન્ટ્રલ - ઓખા સૌરાષ્ટ્ર મેલ મુંબઈ સેન્ટ્રલથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. 9 જૂનની ઓખા-સોમનાથ એક્સપ્રેસ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 30 મિનિટ મોડી ઉપડશે.

9 જૂનની પોરબંદર - શાલીમાર એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે. 7 જૂનની શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ શાલીમારથી તેના નિર્ધારિત સમય કરતાં 4 કલાકે મોડી ઉપડશે.8 જૂનની જબલપુર-સોમનાથ એક્સપ્રેસ જબલપુરથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી ઉપડશે.તા.9 જૂનની વેરાવળ - તિરુવનંતપુરમ એક્સપ્રેસ વેરાવળ તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી ઉપડશે. 9 જૂનની સોમનાથ-જબલપુર એક્સપ્રેસ સોમનાથથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે.

જ્યારે 8 જૂનની સિકંદરાબાદ - પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.તા.9 જૂનની રાજકોટ - દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.9 જૂનની વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે. 9 જૂનનીની ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે. 9 જૂનની ઓખા-વારાણસી એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

અન્ય સમાચારો પણ છે...