સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં હાલ રેલવે લાઇનનું ડબલ ટ્રેકનું કામ હાથ ધરાયું છે. આથી વાંકાનેર, અમરસર, સિંધાવદર સ્ટેશનો પર ટ્રેકનાં કામ માટે બ્લોક લેવામાં આવશે. આથી તા. 10થી 13 જૂન સુધી રેલટ્રાફિકને અસર પડશે. આ કારણે 2 ટ્રેન રદ કરાઈ છે જ્યારે 8 ટ્રેન આંશિક રીતે રદ કરાઈ છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ, અને ભાવનગરના માશુક અહમદે જણાવ્યું કે રેલવે ટ્રેકના ડબલિંગના કામ માટે 2 ટ્રેન રદ કરાઈ છે, જે વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 11--6-2022 અને 12-6-2022ના રોજ રદ, જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 12-6-2022 અને 13-6-2022ના રોજ રદ રહેશે.જ્યારે આઠ ટ્રેનો આંશિક રીતે રદ કરાઇ છે.
જેમાં મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરાન્તો એક્સપ્રેસ 10--6-2022 અને 11-6-2022ના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી દોડશે અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે, હાપા - મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ 11-6-2022 અને 12-6-2022ના રોજ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી દોડશેઆ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ભાવનગર-ઓખા એક્સપ્રેસ 10-6-2022 અને 11-6-2022ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે.
આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઓખા - ભાવનગર એક્સપ્રેસ 11-6-2022 અને 12-6-2022ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 11-6-2022 અને 12-6-2022ના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 11-6-022 અને 12-6-2022ના રોજ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે.
આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 11-6-2022 ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જામનગર - બાંદ્રા હમસફર એક્સપ્રેસ 12-6-2022 ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવાશે. આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.આ તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.