અંતે તંત્ર જાગ્યું:હળવદના મયુરનગરના આરોગ્ય કેન્દ્રમાં ગ્રામજનો દ્વારા તાળાબંધી કરાતા તાત્કાલિક આરોગ્ય અધિકારીની વ્યવસ્થા કરાઈ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મયુરનગરના ગ્રામજનોની લડતની જીત
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર સમયસર હાજર ન રહેતા ગ્રામજનોએ કેન્દ્રને તાળાબંધી કરી હતી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર સમયસર હાજર ન રહેતા આખરે ગ્રામજનો દ્વારા આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવામાં આવી હતી. ત્યારે આજે ગુરૂવારે તાલુકા હેલ્થ ઓફિસર મયુરનગર ગામે દોડી ગયા હતા અને હાલ અન્ય મેડિકલ ઓફિસરની મયુર નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાળા ખોલાવ્યાં હતા.

હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ દવાખાને અને આરોગ્ય અધિકારી ઘરે હોય તેવા દ્રશ્ય જોવા મળતા હતા. જેથી આ અંગેની રજૂઆત ગ્રામજનો દ્વારા તાલુકા, જિલ્લા તેમજ રાજ્યકક્ષા સુધી કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા નાછૂટકે બે દિવસ પહેલા ગ્રામજનો દ્વારા આરોગ્ય કેન્દ્રને તાળાં મારી દઇ જ્યાં સુધી મેડિકલ ઓફિસર કાયમી ન મુકાય ત્યાં સુધી તાળાબંધી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

તાળાબંધીની અસરથી તાત્કાલિક ધોરણે હળવદ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન ભટ્ટી સહિતનો સ્ટાફ મયુરનગર ગામે દોડી ગયો હતો અને ગ્રામજનો સાથે બેઠક કરી અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારીને સોમથી શનિ સુધી મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાજર રહેશે તેવી ખાત્રી આપ્યાં બાદ ગ્રામજનો દ્વારા આરોગ્ય કેન્દ્રનું તાળું ખોલવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...