ખાણ ખનીજ વિભાગના દરોડા:થાનગઢના સરોડી ગામેથી ગેરકાયદેસર ખનીજચોરી પકડાઇ, રૂ. 42 લાખનો મુદ્દામાલ ઝડપાયો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાનગઢના સરોડી ગામેથી ગેરકાયદેસર ખનીજચોરી પકડાઇ - Divya Bhaskar
થાનગઢના સરોડી ગામેથી ગેરકાયદેસર ખનીજચોરી પકડાઇ
  • તંત્રે 6 કટર મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો, લીઝને સીલ કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે મામલતદારની ટીમે દરોડો પાડ્યો હતો અને ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ ઝડપી લઇ રૂપિયા 42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે ઉપરાંત ગેરકાયદેસર ખનનની પ્રવત્તિ સામે આવતા તપાસ ટીમે ખનીજની લીઝ સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેના પગલે ખનિજ માફિયા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામના સરકારી ખરાબામાં આવેલી સર્વે નંબર 188 પૈકીની ખનીજની લીઝમાં નિયમો વિરુદ્ધ ખનીજ પ્રવૃતિ કરવામાં આવતી હોવાની માહિતી મળી હતી. તેના આધારે મામલતદારની ટીમે દરોડો પાડ્યો હતો. તે દરમિયાન નિયમોનો ભંગ કરીને ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ ધમધમતી હોવાનું જણાઇ આવ્યુ હતું. જેથી તંત્રે 6 કટર મશીન સહિતનો રૂપિયા 42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરી લીઝને સીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...