સુરેન્દ્રનગર જિલ્લા અધિક કલેક્ટરે કોરોનાને અટકાવવા આગામી ઉતરાયણ પર્વને લઇ નિયંત્રણો જાહેર કર્યા છે.જે મુજબ ધાબા પર મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થવા પર નિયંત્રણ તથા જિલ્લામાં ચાઇનીઝતુક્કલ કે પ્લાસ્ટકીની દોરી પર પ્રતિબંધ જાહેરકરાયો છે.જે નિયમોનો ભંગ કરે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોવાથી કોરોના સંક્રમણની શક્યતા રહે છે.
આથીઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.આઇ.ભગલાણી દ્વારા તા.21-1-23 સુધી પતંગ ચગાવવા સંબંધિત નિયંત્રણો જાહેર કર્યા છે.જે મુજબ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ પર ભેગા કે પતંગ ચગાવી શકાશે નહીં,માસ્ક વિના કોઈપણ વ્યક્તિ મકાન,ફ્લેટનાં ધાબા,અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાનાં ભેગા થઈ શકશે નહીં.
જ્યારે હાજર લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઈઝર રાખવા પડશે. મકાન, ફ્લેટ,અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવા દેવાય જો અપાશે તો તેઓ જવાબદાર રહેશે અને તેમની સામે કાર્યવાહી કરાશે.ધાબા પર લાઉડ સ્પીકર, ડી.જે. તેમજ મ્યુઝિક સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધિત રહેશે.કોઇની લાગણી દુભાય કે શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો, સ્લોગનો, ચિત્રો પતંગ પર લખી શકશે નહીં.
જ્યારે અકસ્માતના બનાવો બનતા હોવાથી ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ સિન્થેટિક કાચ પાયેલા માંજા, પ્લાસ્ટિક દોરી પર સદંતર પ્રતિબંધિત રહેશે.જ્યારે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત, પેટ્રોલિંગ તથા જરૂરિયાત અનુસાર ડ્રોન, સી.સી.ટી.વી. મારફતે સર્વિલન્સ કરશે.જે લોકો નિયમોનો ભંગ કરશે તે દંડ અને શિક્ષાને પાત્ર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.