તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:SDRFની યોજનામાં કૌભાંડની 10 દિવસમાં તપાસ કરો નહીં તો આંદોલન કરીશું : કોંગ્રેસ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રાના કોંઢ ગામના ખેડૂતોની કલેક્ટર કચેરીમાં રજૂઆત - Divya Bhaskar
ધ્રાંગધ્રાના કોંઢ ગામના ખેડૂતોની કલેક્ટર કચેરીમાં રજૂઆત
 • કેટલા ખેડૂતોને કેટલી સહાય મળી છે તે જાહેર કરાય તેવી માંગણી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે એસડીઆરએફ યોજનામાં કૌભાંડને લઇને ધરતીપુત્રોમાં રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે આ કૌભાંડની 10 દિવસમાં ન્યાયીક તપાસ કરી કસુરવારો સામે કડક પગલા ભરવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું.ધ્રાંગધ્રાના કોંઢ ગામે એસડીઆરએફ યોજનામાં ખેડૂતોના બદલે અન્ય લોકોના ખાતામાં રૂપિયા જમા કરાવી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં વીસીઇ, ગ્રામસેવક સહીતના કર્મચારીઓ સામે પગલા તોળાઇ રહ્યાં છે ત્યારે આ મામલે યોગ્ય ન્યાયીક તપાસ કરાવવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનુભાઇ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશ કોટેચા, રોહીત પટેલ, વિક્રમભાઇ દવે, રામકુભાઇ કરપડા, અલ્પેશભાઇ ગાબુ, સતિષભાઇ રામાનુજ સહીતનાઓએ રજૂઆત કરતા જણાવ્યું કે કોંઢ ગામે થયેલા એસડીઆરએફ કૌભાંડ આખા જિલ્લામાં હોવાની આશંકા છે.

ત્યારે આ મામલે તંત્ર દ્વાર માત્ર વીસીઇ અને ગ્રામસેવક જેવા નાના કર્મચારીઓની બદલી કરી પગલા લીધાનો ડોળ કરવામાં આવે છે. આથી આ સમગ્ર કૌભાંડમાં તંત્ર દ્વારા ન્યાયીક તપાસ કરી કસુરવાર તમામ અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ છે. તેમજ એસડીઆરએફ યોજનામાં જિલ્લાના દરેક ગામમાં કેટલા ખેડૂતોને કેટલી સહાય મળી છે તે જાહેર કરવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી. તંત્ર દ્વારા સમગ્ર મામલે જો 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો