જળસમાધિ પહેલાં અટકાયત:ધ્રાંગધ્રા કેનાલમાં પાણી નહીં છોડાય તો જળસમાધિની ચિમકી આપી, બંને ખેડૂતોની મોડી રાત્રે અટકાયત

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
ધ્રાંગધ્રાન‍ા બંને ખેડૂતોની મોડી રાત્રે અટકાયત કરી પોલિસ મથક લઇ જવામાં આવ્યા
  • મેથાન ગામના ખેડૂત આગેવાન અને જસાપરના ખેડૂત દ્વારા 7-06-ના દિવસે જળ સમાધિની ચીમકી આપવામાં આવી હતી

ધ્રાંગધ્રા કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ધ્રાંગધ્રા તાલુકાના મેથાન ગામના ખેડૂત આગેવાન અને બીજા જસાપરના ખેડૂત દ્વારા 7-06-ના દિવસે જળ સમાધિની ચીમકી આપવામાં આવી હતી. આથી ધ્રાંગધ્રા કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો જળસમાધિની ચિમકી આપવાર બંને ખેડૂતોની પોલીસે અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ધ્રાંગધ્રા તાલુકાના મેથાન ગામના ખેડૂત આગેવાન અને બીજા જસાપરના ખેડૂત દ્વારા 7-06-ના દિવસે જળ સમાધિની ચીમકી આપવામાં આવી હતી.

ત્યારે એક દિવસ અગાઉ મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા બન્ને ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ બંને ખેડૂતો જળસમાધિ ન લઈ શકે એ બાબત પર અટક કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન લાવવામા આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના 10 ગામોના ખેડૂતો અગાઉ કેનાલ પર ધરણા કરી વિરોધ નોધાવ્યો હતો. ત્યારે આ બંને ખેડૂત આગેવાનો દ્વારા નર્મદા કેનાલની માળિયા બ્રાંચ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો જળ સમાધિની ચીમકી ઉચ્ચારી હતી. આથી ધ્રાંગધ્રા કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો જળસમાધિની ચિમકી આપવાન બંને ખેડૂતોની પોલીસે અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...