સુરેન્દ્રનગર વિચરતા સમુદાય સમર્થન મંચે કલેક્ટર કચેરીમાં વિચરતા પરીવારોને સાથે રાખી આવેદન પાઠવ્યુ હતુ.જેમાં સુરેન્દ્રનગરમાં ઝુંપડા બાંધી રહેતા પરીવારોના ઝુંપડા તોડ્યા તેથી તેઓ પાટડી ગયા હતા. પરંતુ ત્યાં પણ છાપરા તોડી પડાયાની કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી.
સુરેન્દ્રનગર વિચરતા સમુદાય સમર્થન મંચે કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ વિચરતી વિમુક્ત જાતિના પરીવારો વર્ષોથી પરંપરાગત વ્યવસાયના અભાવે સતત વિચરતા રહે છે. જેમનું કોઇ વતન નથી હોતુ જ્યાં કામ મળે ત્યાં કામચલાઉ નિવાસ ઉભો કરી રહે છે. તેઓ પહેલા સુરેન્દ્રનગર ડીકેબીન પાસે વર્ષોથી ઝુંપડપટ્ટીમાં રહેતા હતા જેના આધાર પુરાવા હોવા છતા દુર કરયા હતા. હાલ તેઓ પાટડીના બાપાસીતારામ પાણીની ટાંકી પાસે ખુલ્લામાં કામચલાઉ છાપરા બાંધી રહેતા હતા પરંતુ તે પણ વૈકલ્પીક જગ્યા આપ્યા વગર પાડી દેવાયા છે.
હાઇકોર્ટના આદેશ પ્રમાણે વર્ષોથી રહેતા લોકોને તાત્કાલીક દુર કરી શકાય નહીં આ પરીવારો છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. હાલ તેઓ ભર ઉનાળે છત વગરના ફરી રહ્યા છે. અગાઉ જિલ્લા વહિવટી તંત્રએ વઢવાણના બાકરથળી ગામે 100 ચોવારના પ્લોટ ફાળવ્યા પરંતુ 8 મહિના થવા છતા પરીવારોને પ્લોટનો કબજો કે સનદ આપી નથી.પ્રધાનમંત્રી દરેક ઘર વિહોણાને ઘર આપવાનું સ્વપ્ન છે આથી આ પરીવારોને પણ વ્યવસ્થા થાય તેવી માંગ કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.