મતદાન:ચૂંટણી કાર્ડ ન હોય તો વૈકલ્પિક દસ્તાવેજોથી મતદાન કરાશે

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 14,22,677 લોકો મતાધિકારનો ઉપયોગ કરે

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર આગામી તા.1 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે.ત્યારે એવા મતદારો જેમનું મતદાર ફોટોઓળખ કાર્ડખોવાઇ ગયુ હોય તો વૈકલ્પીક દસ્તાવેજો બતાવવાથી મતદાન કરી શકશેનું જાહેર કરાયુ છે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.1-12-22 રોજ મતદાન યોજાનાર છે.જેમાં 1543 મતદાન મથકો પર 7,41,982 પુરૂષ અને 6,80,670 સ્ત્રીઓ એમ કુલ 14,22,677 લોકો મતદાન કરવાના છે.

ત્યારે ચૂંટણી કાયદા હેઠળ મતદાન માટે આવતા તમામ મતદારોએ મતદાન મથકોએ પોતાની ઓળખ કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરવાના હોય છે. જો કોઇ મતદાર તેને આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ ન કરી શકે તો તેમાં વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી શકે છે. જેમાં ચૂંટણી પંચ દ્વારા વૈકલ્પીક દસ્તાવેજો માન્ય કરવામાં આવ્યા છે.

જેમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ કાઢી આપવામાં આવેલ જોબકાર્ડ, બેંક અને પોસ્ટ ઓફિસ તરફથી કાઢી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે કાઢી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર ,સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર, રાજય સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવતાં ફોટા સાથેનાં ઓળખકાર્ડ અને સંસદસભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત ઓળખપત્રો તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ યુનિક ડીસેબેલિટી આઈડી કાર્ડ વગેરેનો સમાવેશ કરાયો છે.ઓવરસીઝ મતદાર તરીકે નોંધણી થયેલ મતદારે મતદાન મથકે ફકત અસલ પાસપોર્ટ રજુ રીને તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...