ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિના સુરેન્દ્રનગરના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણા કર્યા હતા. જેમાં પશુપાલન માટે ફરજીયાત લાઈસન્સ માટેના બિલનો વિરોધ કરાયો હતો. જો તેનાથી પશુપાલકોને કોઇ મુશ્કેલીથશે તો વિધાનસભા ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચીમકી આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સામે ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિના આગેવાનોએ ધરણા પ્રદર્શન કર્યા હતા. સતીષભાઇ ગમારા, કમલેશભાઇ કોટેચા, રાજુભાઇ કરપડા સહિત આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માગ કરી હતી કે 31-3-2022ના વિધાનસભા સત્રમાં સરકારે રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા શહેરી વિસ્તારમાં પશુ રાખવા ફરજીયાત લાઈસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જોગવાહીનું બિલ પસાર કરાયું છે.
વિધાનસભામાં પશુપાલક વિરોધી જે બિલ પસાર થયું તે તાત્કાલિક પરત ખેંચવું, રાજ્યની દરેક કોર્પોરેશનમાં પકડાયેલા ઢોરને મુક્ત કરવા, ડબ્બા દંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવો, રાજ્યમાં આવા પકડાયેલા પશુઓને છોડાવવા 90 અ કલમ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ કરવી, શહેરની બહાર માલધારી વસાહતો બનાવી તેમાં ગાયો રાખવા વાડા પશુદવાખાના, ખાણદાણની દુકાન, દૂધ મંડળી તેમજ માલધારીના બાળકો માટે સ્કૂલ,દવાખાના સહિત સુવિધા આપવા માગ કરી હતી. જે શહેરમાં દબાણ થયેલા ગૌચર કોર્ટના હુકમ મુજબ ખાલી કરી તેમાં માલધારીને વસાવવા માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.