સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા દસ દિવસથી ધાંગધ્રા તાલુકાના જસાપર ગામના 500થી વધુ ખેડૂતો પાણીની માંગણી સાથે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા અને ધાંગધ્રા મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતુ. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર સામે આક્ષેપ કરીને જણાવ્યું કે, જો ગુજરાતમાં મોદી સરકાર આવે તો તેનું આયોજન અગાઉથી થાય છે અને અમિત શાહ આવે તો તેનું આયોજન અગાઉથી થાય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જો કોઈ પણ જિલ્લામાં જાય તો તેનું પણ આયોજન અગાઉથી કરવામાં આવે છે. તો ખેડૂતો માટે કેમ આયોજન કરવામાં નથી આવતું?
ખેડૂતોને જળ એ જીવન હોવાનું હાલમાં એમ.ડી.પટેલ જસાપરવાળાએ જણાવ્યું છે. 26/5ના રોજ ધાંગધ્રા મામલતદારને આવેદનપત્ર આપી અને પાણી માટેની માંગણી કરવામાં આવી છે. છતાં આજ દિવસ સુધી હજુ સુધી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી અને ત્યારે ઉનાળુ પાક સુકાઇ રહ્યો છે અને ચોમાસાનું વાવણી કરવા પ્રત્યે પણ પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયો છે. ત્યારે ખેડૂતો સાથે સરકાર દ્વારા થતા અન્યાયના પ્રશ્ન એ છે. જે કે પટેલ દ્વારા પોતે જો છ તારીખ સોમવાર સુધીમાં પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો સાત તારીખે ખેડૂત જે.કે.પટેલ જળ સમાધિ લેવાનું જણાવ્યું છે.
તેમના સમર્થનમાં જસાપર ગામના ખેડૂત એમ.ડી.પટેલ દ્વારા પણ જો છ તારીખ સુધીમાં પાણી ન છોડે તો સાત તારીખે જળ સમાધિ લેવાનું જણાવવામાં આવ્યું છે અને એનો વીડિયો વાયરલ કર્યો છે. ત્યારે હાલમાં સરકારી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પરંતુ હજુ સુધી કેનાલમાં પાણી છોડવાનો કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે હાલમાં ગમે ત્યારે ગમે તે ઘડીએ 7 તારીખે જળસમાધિ લેવાનો કાર્યક્રમ નક્કી હોવાનું પણ આ વીડિયોમાં જણાવ્યું છે. ત્યારે હાલમાં ગુજરાત સરકાર તાત્કાલિક અસરે પાણી છોડે નહીં તો ખેડૂતો આવે જળ એ જીવન સમજી રહ્યા છે. ત્યારે તેમના પ્રાણ જાય તો તેમને તેમની પરવા નથી. પરંતુ ગુજરાત સરકાર પાણી આપે તાત્કાલિક અસરે તેવી પણ છેલ્લે અંતમાં માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.