તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:15મી સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો મહારેલી સાથે ઉગ્ર આંદોલન થશે

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિલ્હીમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનનું જિલ્લા કોંગ્રસે દ્વારા સમર્થન
 • સુરેન્દ્રનગરમાં રેલીને મંજૂરી ન અપાઇ, કલેક્ટરને આવેદન અપાયું

કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા કૃષિ સબંધી કાયદાઓને લઇને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી અને આ મામલે પોલીસ દ્વારા યોગ્ય તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે તેવી માંગ છે. કૃષિ સંબંધીત અમલમાં આવેલા નવ કાયદાઓને લઇને ખેડૂતોની મુંઝવણ વધી ગઇ છે. ત્યારે આ કાયદો અમલમાં આવ્યા બાદ ભાજપ સરકાર દ્વારા અમલી બનાવેલા ત્રણય કાયદાને લઇને ખેડૂતોની હાલત કફોડી બની છે.

આ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહી આવે તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જેમાં આવેદન પાઠવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રાઠોડ, પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, ઋત્વીકભાઇ મકવાણા, મોહનભાઇ પટેલે જણાવ્યું કે, 15 ડિસેમ્બર સુધીમાં આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર મહા રેલી સાથે ઉગ્ર આંદોલન કરાશે. વધુમાં જણાવ્યું કે, ખેડૂતોના હિતની વિરૂધ્ધમાં ઘડવામાં આવેલા ત્રણેય કાયાદઓ પરત ખેંચવામાં આવે તેવી માંગ છે. આ કાયદાઓ ખેડૂતો કરતા ઉદ્યોગપતિઓને વધુ ફાયદાકાર હોવાનો પણ ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા રેલીને મંજૂરી આપવામાં ન આવતા કોંગી આગેવાનો દ્વારા સીધા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવવામાં આવ્યું હતું. પરંતુ રેલીને મંજૂરી ન અપાતા ખેડૂતો અને કોંગ્રેસ આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો