સુખદ અંતની અપેક્ષા:8 જૂન સુધી નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ST કર્મીઓની આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
એસટી નિગમના એમડીને અવેદન અપવામાં આવ્યું હતું. - Divya Bhaskar
એસટી નિગમના એમડીને અવેદન અપવામાં આવ્યું હતું.
  • પડતર પ્રશ્નોનું​​​​​​​ નિરાકરણ ન ​​​​​​​આવતાં અગાઉ સ્થગિત આંદોલન પુન:જીવિત કરવા આવેદન

ગુજરાત એસટી મજદૂર મહાસંઘ કાર્યાલય, અમદાવાદ ખાતે ગુરુવારે એસટી નિગમના યુનિયનો, એસટી ભારતીય મજદૂર મહાસંઘ, વર્ક્સ ફેડરેશન, કર્મચારી મહામંડળના પ્રમુખ, જીએસ વગેરેની બેઠક યોજાઇ હતી. જેમાં સરકાર દ્વારા અગાઉ થયેલા આંદોલન સમયે આપેલી લેખિત ખાતરીને પણ અવગણીને આજદિન સુધી કામદારોના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા ફરી ગુજરાત એસટી કામદાર સંઘો દ્વારા કાળી પટ્ટીથી લઈ અચોક્કસ માસ સીએલ સુધીના આંદોલનની રૂપરેખા તૈયાર કરી હતી.

એસટી નિગમના એમડી એમ.એ.ગાંધીને અવેદન-નોટિસ અપવામાં આવી હતી. નિગમના કામદારોના હક્કના પ્રશ્નો માટેની લડત વધારે ઉગ્ર બને તો રાજ્યની પ્રવાસી જનતાને પડનાર અગવડતા બદલ કામદાર યુનિયાનોની બનેલી સંકલન સમિતિના મહાસંઘ (ગુજરાત રાજ્ય) પ્રમુખ કનકસિંહજી ગોહિલ, વરતેજ દ્વારા દીલગીરી વ્યક્ત કરી છે. અને સરકાર વ્યાજબી માગણીઓનો સુખદ અંત લાવે તેવી અપેક્ષા રાખીએ છીએ તેવું જણાવ્યું હતું.

બીજી તરફ જો 8-6-2022 સુધીમાં કોઇ નિરાકરણ નહીં આવે તો એસટી નિગમના કર્મીઓ ગાંધી ચિંધ્યા માર્ગે તબક્કાવાર આંદોલનની ચીમકી આપી હતી. ત્યારે તેના પડઘાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી દિવસોમાં એસટી કર્મીઓના આંદોલનના ભણકારા વાગ્યા છે.

આ અંગે સુરેન્દ્રનગર ડેપોના ગુજરાત એસટી મજદૂર સંઘના પ્રદેશ ઉપપ્રમુખ વિપુલભાઈ વ્યાસે જણાવ્યુ કે, કર્મીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અગાઉ સ્થગિત આંદોલન પુન:જીવીત કરવા આવેદન અપાયુ હતુ. અને સુરેન્દ્રનગર જિલ્લાના એસટી કર્મીઓ પણ આ આંદોલનમાં જોડાશે.

ST કર્મીઓનું કઇ તારીખે કેવા પ્રકારનું આંદોલન

  • 9થી 10 જૂન: કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે
  • 11થી 12 જૂન: ફરજ પર યુનિફોર્મ પહેર્યા સિવાય વિરોધ નોંધાવશે
  • 13થી 14 જૂન: નિગમની પ્રિમાઇસીસની બહાર સૂત્રોચ્ચાર
  • 14 જૂન: કર્મીઓ મુખ્યમંત્રી, કેબિનિટ અને રાજ્યના વાહન વ્યવહારમંત્રીને ટેક્ષ્ટ મેસેજ તેમજ ટ્વિટર દ્વારા પોતાની માગણી શેર કરશે
  • 15 જૂન: લોહીથી મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખાશે.
  • 17 જૂન: 17-6-2022ની મધ્યરાત્રિ 00 કલાકથી એટલે કે તા.18-6-2022ને શનિવારના રોજથી નિગમના કર્મીઓ અચોક્કસ મુદત માટે માસ સીએલ પર ઉતરશે.
અન્ય સમાચારો પણ છે...