સુરેન્દ્રનગર જિલ્લામાં 3 દિવસમાં દારૂ વેચાણ બંધ નહીં કરાય તો આપના નેતાઓ જનતા રેડ કરશે એવી આમ આદમી પાર્ટીના નેતાઓએ કલેકટર સમક્ષ ચીમકી ઉચ્ચારતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ વેચાણ અંગે આપના નેતાઓ દ્વારા પોલીસ તંત્રને 3 દિવસનુ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેમાં જણાવાયા મુજબ એક તરફ બેફામ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે, તે વચ્ચે જિલ્લામાં 3 દિવસમાં દારૂ વેચાણ બંધ નહીં કરાય તો આપના નેતાઓ જાતે રેડ કરશે.
ત્રણ દિવસમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અલ્ટીમેટમ
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ વેચાણ અંગે આપના નેતાઓ દ્વારા પોલીસ તંત્રને 3 દિવસનુ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સાથે આ રજૂઆતમાં ગૃહમંત્રી રાજીનામું આપે એવી માંગણી પણ કરવામાં આવી છે. વધુમાં તાજેતરમાં ગુજરાતમાં બનેલી ઘટના "આ લઠ્ઠાકાંડ નથી, ભાજપનો હત્યાકાંડ હોવાનો" બેનરો સાથે કલેકટર ઓફિસમાં વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાનો આપનો આક્ષેપ
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ વેચાણ અંગે આપના નેતાઓ એક્સન મોડમાં આવ્યા છે. જેમાં જણાવાયા મુજબ એક તરફ બેફામ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે, તે વચ્ચે જિલ્લામાં 3 દિવસમાં દારૂ વેચાણ બંધ નહીં કરાય તો આપના નેતાઓ અને કાર્યકરો જાતે દારૂના અડ્ડા પર રેડ કરશે એવી ચિમકી પણ આપના નેતાઓ દ્વારા બેનરો સાથે ઉચ્ચારવામાં આવતા પોલિસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.