સુરેન્દ્રનગરથી કેજરીવાલે કહ્યું:'અમારી સરકાર આવશે તો સરપંચને દર મહિને 10 હજાર વેતન અને પંચાયતને 10 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે'

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 18 વર્ષથી ઉપરની ઉંમરની દીકરી કે મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવામાં આવશે
 • 25 મિનિટના​​​​​​​ ભાષણમાં 10 વચનની લ્હાણ

સુરેન્દ્રનગર ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કેજરીવાલે જિલ્લાના સરપંચોને સંબોધતા જણાવ્યું કે, અમારી સરકાર આવશે તો સરપંચને દર મહિને 10 હજાર વેતન અને પંચાયતને 10 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. 18 વર્ષથી ઉપરની ઉંમરની દીકરી કે મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવામાં આવશે.

સરપંચને દર મહિને 10 હજાર વેતન
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સરપંચ અરવિંદ કેજરીવાલે સુરેન્દ્રનગર જિલ્લાના સરપંચોને સંબોધતા જણાવ્યું હતું કે, અમારી સરકાર આવશે તો સરપંચને દર મહિને 10 હજાર વેતન અને પંચાયતને 10 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. એમણે વધુમાં જણાવ્યું કે, પૈસા ભાજપના લો કામ આમ આદમી પાર્ટીનું કરો અને ભાજપના પેઇજ પ્રમુખોને તોડો અને પૈસા ભાજપ આપશે કામ આપણુ કરશે.

27 વર્ષમાં ભાજપે જે તમને આપ્યું તેના કરતા વધારે આપીશ
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતુ કે, 18 વર્ષથી ઉપરની ઉંમરની દિકરી કે મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવામાં આવશે. ભાજપે 27 વર્ષના શાસનમાં કાંઇ આપ્યું નથી. જ્યારે રાજકીય નેતા અને મંત્રીઆેને ફ્રીની રેવડી તો સામાન્ય પ્રજાને કેમ નહી. જ્યારે આમ આદમી પાર્ટી તો ફ્રીની રેવડી આપશે તમારે જે કહેવુ હોય તે કહો. જ્યારે 27 વર્ષમાં ભાજપે જે તમને આપ્યું તેના કરતા વધારે આપીશ.

આ 10 વચન

 • સરપંચોને 10,000 પગાર, 10 લાખનું ફંડ
 • વીસીઇને 20 હજાર પગાર, કમિશન પ્રથા બંધ
 • દરેક સ્થળોએ 3 રૂમનું ક્લિનિક
 • વર્ષમાં તમામ સરકારી ભરતીઓ પૂરી
 • 18 વર્ષથી ઉપરના મહિલાઓને દરેકને રૂ.1 હજાર ભથ્થું
 • બેરોજગારોને રૂ.3 હજાર ભથ્થું
 • 5 વર્ષમાં 10 લાખ નોકરી
 • ભરતીમાં પેપર ફૂટે તે માટે કાયદો લાવી આરોપીઓને જેલ મોકલીશું
 • સિવિલ હોસ્પીટલો સારી બનાવીશું
 • જે ખેડૂતને વીજળી મીટર ન જોઈતું હોય તો વીજળી મીટર મરજિયાત કરી દેવામાં આવશે.

400થી 500 ફોર્મ ભરાયાં, સમસ્યાઓ અમુક જ રજૂ કરી શક્યા
આપના આગેવાનો મોડા પડતા અને ભાષણ પણ ચાલ્યું હતું. જેને લઇ લોકોના સંવાદનો સમય વિતી રહ્યો હતો.400થી 500 સરપંચ, ઉપસરપંચો, વીસીઇ, પંચાયત સભ્યોના સમાન સવાલો હોવાથી આગેવાનોએ લોકોના પ્રશ્નો ઝડપથી અને ટૂંકમાં રજૂ કરવા જણાવ્યું હતું. લોકોમાં ઉત્સાહ પણ સમય ન મળતા સવાલો લેખિતમાં આપવા જણાવાયું હતું. રાહ જોઇ બેસેલા લોકો સંવાદ કરી શક્યા ન હતા.

કાર્યક્રમનું આયોજન 1 વાગ્યાનું હતું કેજરીવાલ 2:50 વાગ્યે આવ્યા
આપનો કાર્યક્રમ સરપંચ સાથે સંવાદ 1 વાગ્યાનું આયોજન હતું જેમાં કેજરીવાલ 2:50 વાગ્યે આવ્યા. જ્યારે 3:45 પર ભાષણ શરૂ કરી દિલ્હી, પંજાબમાં થતા કામો વિશે વાત કરી અને ગુજરાતને શું આપશે કહી 4:10 મિનિટે કુલ 25 મિનિટનો સમયમાં ભાષણ પૂર્ણ કર્યું.

અન્ય સમાચારો પણ છે...