તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:જૂના ભાવે ખાતર નહીં તો આંદોલન .ખેડૂતોની ચીમકી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર ગુજરાત ખેડૂત એકતા મંચ દ્વારા મુખ્યમંત્રી, કૃષિમંત્રીને લેખિત રજૂઆત કરાઈ

ખેડૂતોએ વાવણી પહેલાનું પૂર્વાયોજન કરવા ખાતર લેવું અને વાવવું ખૂબ જ જરૂરી છે તો ખેડૂતોને તાત્કાલિક જેના ભાવ પ્રમાણે ખાતર પૂરું પાડવામાં આવે એવી માંગ સાથે ગુજરાત એકતા મંચ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ રાજુભાઈ કરપડા, પ્રતિકસિંહ રાણા, બાબુભાઈ, વિશાલ સોલંકી સહિતના ખેડૂતોએ મુખ્યમંત્રી, કૃષિમંત્રીને લેખિત રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં જણાવાયા મુજબ પહેલા ખાતરના રૂ. 1200 હતો તે હાલ રૂ. 1900 ઝીંકી કરી દેવાયો છે. હાલ ગુજરાતમાં ક્યાંય , કોઈ ડેપો પર ખેડૂતોને ખાતર મળતું નથી, ખાતરના અભાવે આખી સીઝન વર્ષ બગડે એવી સ્થિતિ ઉભી થઈ છે .

આપ તાત્કાલિક ઘટતું કરી ખાતર વિતરણ જુના ભાવે શરૂ કરાવો એ અમારી પહેલી માંગણી છે. જો દિવસ 2માં સરકાર ખાતરમાં આવેલો ભાવ વધારો પાછો નહિ ખેંચે તો આવનારી તા. 19 મે 2021 , બુધવારના દિવસે ગુજરાતના હજારો ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે .

પહેલા તબક્કામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાતનો દરેક ખેડૂત તા. 19 મે 2021 ને બુધવારના દિવસે પોતાના ઘરે કે ખેતરમાં કામ કરતા કરતા એક દિવસના ઉપવાસ કરશે. જો તેમ છતાં સરકાર ખાતરનો ભાવ વધારો પાછો નહિ ખેંચે તો ખેડૂતોએ ન છૂટકે સવિનય કાનૂન ભંગ કરી રોડ પર ઉતરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...