તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય:જિલ્લામાં સાયલા, પાટડી, ધ્રાંગધ્રા માટે આઈ.ઇ.સી.આરોગ્ય રથને લીલી ઝંડી

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ દંપતીને કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓની માહિતી મળી શકશે

સુરેન્દ્રનગર જિલ્લા પ્રચાર અને પ્રસારની કામગીરી અન્વયે જિલ્લાના તમામ દંપતીને કુટુંબ કલ્યાણની વિવિધ પધ્ધતિઓની માહીતી મળી શકે. તેમજ તમામ દંપતીને જે પધ્ધતિ અપનાવવા માંગતા હોય એ સહેલાઇથી મળી શકે તે માટે આઇ.ઇ.સી આરોગ્ય રથની રચના કરવામાં આવી હતી. અને આ રથ જિલ્લાના ત્રણ તાલુકા સાયલા, પાટડી, ધ્રાંગધ્રાના તમામ ગામોને આવરી લેશે. રથ જેતે ગામની મુલાકાત સમયે ગામના દંપતીઓની મીટીંગ કરી તેમને જરૂરીયાત મુજબ કુટુંબ કલ્યાણની વિવિધ પધ્ધતિઓ અંગે માર્ગદર્શન આપશે. અને તેમને અનુકુળ પધ્ધતિ અપનાવવા માટે આરોગ્ય વિભાગ તરફથી તમામ મદદ કરવામાં આવશે.

વસ્તી વધારો અટકાવવા, માતા મરણ ઘટાડવા તેમજ બાળમરણ અટકાવવા આ કામગીરી કરવામાં આવશે. તા.12 જુલાઈને સોમવારે જિલ્લા વિકાસ અધિકારી ડો. નવાનાથ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ઉદુભા ઝાલા, આરોગ્ય સમિતી ચેરમેન વસંતબેન મજેઠીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર પ્રસાદ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ દ્વારા રથને લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...