તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા રતનપર વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા પેવર બ્લોક નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઇને ઠેર ઠેર રસ્તાની બન્ને બાજુ ખોદકામ કરવામાં આવ્યું છે જેને 8 દિવસ જેટલો સમય થવા છતાં આજ પેવર બ્લોક નાંખવાનું કામ શરૂ ન કરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
રતનપર નેમીનાથ સોસાયટી, ભગવતી સોસાયટી, કૃષ્ણનગર તરફ જવાના રસ્તા પર સહીતની સોસાયટીઓ તરફના મુખ્ય રસ્તાની બન્ને બાજુ પેવર બ્લોક નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેવર બ્લોક નાંખવા માટે આ રસ્તાઓની બન્ને બાજુ 3 ફુટથી લઇ ફુટ જેટલી લંબાઇ અને અંદાજે 1 ફુટ ઉંડાઇનું ખોદકામ કરવામાં આવ્યું છે. ખોદકામ કર્યાને એક અઠવાડીયા કરતા વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા પેવર બ્લોક નાંખવાની કામગીરી શરૂ ન કરાતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે પ્રવિણભાઇ, દિનેશભાઇ સહીતનાઓએ જણાવ્યું કે ખોદકામના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વૃધ્ધો તથા બાળકોને અકસ્માતનો પણ ભય રહે છે જો કામ ચાલુ જ નહોતું કરવાનું તો આઠ દિવસ પહેલા ખોદકામ કરવાની શું જરૂર હતી. આ અંગે પાલિકાના એન્જીનીયર કે.જી.હેરમાએ જણાવ્યું કે પેવરબ્લોક આવી ગયા છે ટુંક સમયમાં જ કામ શરૂ થઇ જશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.