તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરની 181ની ટીમે ત્રણ જીંદગીઓ બચાવી:પતિ પ્રેમીકાને લઇ જતો રહ્યો, પરિવારે સાથ છોડતા 2 સંતાન સાથે મહિલા કેનાલે આપઘાત કરવા ગઇ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામમાં રહેતી મહિલાના પતિને લગ્નના 15 વર્ષ બાદ કોઇ સાથે પ્રેમ થઇ જતા ઘરેથી રૂ.40 હજાર લઇને જતો રહ્યો હતો. જેમાં પરિણીતાએ સાસરે અને પિતૃગૃહે વાત કરતા એકપણ પરિવારે સાથ ન દેતા પરિણીતા બે બાળકો સાથે દૂધરેજ કેનાલમાં પડી આત્મહત્યા કરવા પહોંચી હતી. પરંતુ 181ની ટીમે તુરંત ધસી મહિલાનું કાઉન્સેલીંગ કરી તેને આત્મહત્યા કરતા રોકી 3 જિંદગી બચાવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ તા. 26ના રોજ સાંજના સમયે 181 અભયમની ટીમે કોલ આવ્યો હતો કે, એક પરિણીતા બે સંતાનો સાથે દૂધરેજ કેનાલમાં પડવા જઇ રહી છે. આથી 181ની ટીમે તુરંત કેનાલે ધસી જઇ બે બાળકો સાથે કેનાલના રસ્તે ચાલીને જતી પરિણીતાને રોકી હતી. તેની પૂછપરછ કરતા તેણે સંતાનમાં 4 વર્ષનો દિકરો અને 2 વર્ષની દિકરી છે. 15 દિવસ પહેલા પતિ ઘરમાંથી રૂપિયા 40 હજાર રોકડા લઇને પ્રેમીકા સાથે ફરાર થઇ ગયો હતો. ઘરમાં પૈસા કે ખાવાનું કંઇ ન હોવાથી મહિલાએ પહેલા એકલા મરવાનો વિચાર કર્યો હતો.

પરંતુ બાળકોનું શું તેમ વિચારી તેમને પણ સાથે રાખી આત્મહત્યા કરવા દૂધરેજ કેનાલે આવી હતી. મહિલાની આપવીતી સાંભળી 181ના કાઉન્સીલર મધુબેન વાણીયાએ તેમને સમજાવતાં મહિલા સમજી જતા હાલ તેને સખી વનસ્ટોપ સેન્ટરમાં મૂકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો