તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળો કલ્પાંત:હળવદના કોયબા પાસે કાર ડિવાઈડર સાથે અથડાઇ પલટી મારી જતા પતિ-પત્નીનું મોત

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના કોયબા પાસે કાર ડિવાઈડર સાથે અથડાઇ પલટી મારી જતા પતિ-પત્નીનું મોત - Divya Bhaskar
હળવદના કોયબા પાસે કાર ડિવાઈડર સાથે અથડાઇ પલટી મારી જતા પતિ-પત્નીનું મોત
  • અમદાવાદ તરફથી હળવદ તરફ આવી રહેલી કારને અકસ્માત નડ્યો
  • અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત જ્યારે એક ઇજાગ્રસ્ત

હળવદ હાઈવે પર આવેલા કોયબા ગામના પાટિયા નજીક ગત મોડીરાત્રીના ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટનાસ્થળે જ પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે લઇ આવી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો છે.

હળવદમાં છેલ્લા બે દિવસમાં જુદા જુદા ૩ અકસ્માતના બનાવો સામે આવ્યા છે. ત્યારે ગત રાત્રે હળવદ હાઈવે પર આવેલા કોયબા ગામના પાટિયા નજીક અમદાવાદ તરફથી હળવદ તરફ આવી રહેલી કાર ડિવાઈડર સાથે અથડાતા બેથી વધુ વખત પલટી મારી ગઇ હતી. જેમાં કારમાં સવાર શામજીભાઈ ભાવજી ભાઈ ટાંક (રહે અમદાવાદ) અને તેમના પત્ની જીકુબેન શામજીભાઈ ટાંકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત જ્યારે અનિરુદ્ધભાઈ હીરાભાઈ ડોડીયા (રહે ભલગામડા)ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે 108ની મદદથી હળવદ સરકારી હોસ્પિટલને લઈ આવવામાં આવ્યા હતા. જોકે, ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે હળવદ પોલીસ મથકના પીએસઆઈ પી.જી પનારા, વિનુભાઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસ દ્વારા મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજતા પરિવારમાં કાળો કલ્પાંત વ્યાપી ગયો છે

અન્ય સમાચારો પણ છે...