ભાસ્કર ઈમ્પેક્ટ:આવાસ યોજનાના ફ્લેટમાં અંતે વીજકનેક્શનો અપાયાં, મકાનોમાં તોડફોડ કરનારા શખ્સો સામે ગુનો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમારકામની કામગીરી ચાલુ છે : તંત્ર

સુરેન્દ્રનગરમાં રાજીવ આવાસ યોજના અંતર્ગત ડેમ રોડ પર બનાવાયેલા 720 આવસો પૈકી 30થી વધુ આવાસો લાભાર્થીઓને સોંપી દેવાયા હતા. પરંતુ લાઇટ, પાણી જેવી સુવિધા હોવાથી લોકોને ઘરની બહાર ખુલ્લામાં રાંધીને જમવાની તેમજ સુવાની નોબત આવતી હતી. આ અંગે દિવ્યભાસ્કની સુરેન્દ્રનગર આવૃતિમાં 22 સપ્ટેમ્બરે અહેવાલ પ્રકાશીત કરવામાં આવતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. અને હાલ વીજકનેક્શનો માટે મીટર આપવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે અને ટુંક સમયમાં વીજ પાવર પણ શરૂ કરી દેવામાં આવશે તેમજ આવાસોમાં જ્યાં જ્યાં જરૂર હતી તેનું સમારકામ પણ એજન્સી પાસે શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અને આવાસોમાં તોડફોડ કરવા અંગે અજાણ્યા શખ્સો પોલીસ ફરીયાદ પણ નોંધાવવામાં આવી છે. આ અંગે પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાએ જણાવ્યું કે આવાસોની જાળવણી યોગ્ય રીતે જાય અને તોડફોડ થતી અટકે તે માટે સિક્યુરીટીમાં પણ વધારો કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...