તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૃહિણી ત્રસ્ત:શાકભાજીના ભાવમાં 30નો ટકા વધારો થતાં ગૃહિણી ત્રસ્ત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાગની શાકભાજી બહારથી આવે છે, રોજ 30થી 40 ટન શાકભાજી લવાય છે

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ મોટાભાગનું શાકભાજી બહારના જિલ્લામાંથી આવતું હોવાથી છેલ્લાં એક અઠવાડિયાથી અંદાજે 30 જેટલો ભાવ વધારો થયો છે. બીજી તરફ વરસાદી માહોલ અને કોરોના તેમજ ભાવવધારાથી ગૃહિણીઓની શાકભાજીની ખરીદી પર અસર થતા હાલ તેઓની પાંખી હાજરી પણ જોવા મળતા યાર્ડમાં પણ ઘરાકી 30 ટકા જેટલી થઇ ગઇ છે.

મોટાભાગના વેપારીઓને હાલ સુરત, વડોદરા, અમદાવાદ, નવસારી, મહેસાણા સહિતના બહારના જિલ્લાઓમાંથી શાકભાજી લાવવાનો ઘાટ સર્જાયો છે. અને યાર્ડમાં 60 થી 70 જેટલા વેપારીઓ શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે. અંદાજે દરરોજ 10થી 15 પીકઅપ ગાડીમાં એટલે કે 30થી 40 ટન જેટલું શાકભાજી લાવવામાં આવે છે. આ અંગે લીલાબેન, મીનાબેન, ચંદ્રીકાબેન,મયુરીબેન વગેરે જણાવ્યું કે, દર મહિને થતી કમાણીને ધ્યાને લઇને દરરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવી પડે છે, પરંતુ શાકભાજીના ભાવમાં વધારો થતા ફરજિયાત એક ટાઇમ જમવામાં કઠોળ બનાવીને ચલાવવું પડે છે.

આ અંગે શાકભાજીના રિટેલ વેપારી ભાઈલાલભાઈ એમ.સાકરિયા, પ્રહલાદભાઈ ડી.મકવાણા વગેરે જણાવ્યું કે, લોકલ શાકભાજીની આવક ઓછી થતા અન્ય જિલ્લાઓમાંથી તેની ખરીદી કરવી પડી રહી છે. પરિણામે અંદાજે 30 ટકા જેટલો ભાવ વધારા સામે ઘરાકીમાં પણ 30 જેટલો ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...