તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુટણખાનું:મોરબીમાં જૂના બસ સ્ટેન્ડ પાસે હોટલમાં ધમધમતા દેહવ્યાપારનો પર્દાફાશ, માલિક અને મેનેજરની ધરપકડ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેહવ્યપાર માટે લવાયેલી ચાર યુવતીઓ હોટલમાંથી મળી આવી

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી વ્રજ હોટલની આડમાં કુટણખાનું ધમધમતું હોવાની બાતનીના આધારે એ ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી હોટલમાં છાપો માર્યો હતો અને આ હોટલના તાબા હેઠળ દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાનું ખુલતા પોલીસે હોટલના માલિક અને મેનેજરને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસના દરોડોમાં મુંબઈ અને બંગાળ સહિતના રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે દેહવિક્રયનો ધંધો કરાવાતો હતો.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી વ્રજ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં બહારથી લલનાઓને બોલાવી દેહવિક્રયનો ધંધો કરાતો હોવાની ચોક્કસ બાતમી મળતા ગતરાત્રે પોલીસ સ્ટાફ આ હોટલમાં પ્રથમ ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યાર બાદ પોલીસની રેડમાં આ હોટલની આડમાં દેહ વ્યાપારના ગોરખ ધંધા થતા હોવાનું સામે આવ્યું છે.

જેમાં હોટલના માલિક અને મેનેજર બહારથી લલના બોલાવીને ગ્રાહકોની માંગ સંતોષતા હોવાનું ખુલતા પોલીસે હોટલની આડમાં દેહવિક્રયનો ધંધો કરવાના ગુન્હામાં હોટલના માલિક ઘનશ્યામભાઈ પ્રભુભાઈ જીજુવાડિયા અને મેનેજર વિકાસ ચેનસુખ જૈનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના દરોડા દરમિયાન હોટલમાંથી પશ્ચિમ બંગાળ અને મુંબઈ તેમજ અન્ય રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે હોટલના સંચાલકો દ્વારા દેહવિક્રયનો ધંધો કરાવાતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે કેટલા સમયથી આ કૂટનખાનું ચાલતું હતું અને આ ગોરખધંધામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...