- સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સેવામાં ઉપયોગમાં લેવાના અશ્વનો કેમ્પ યોજી ખરીદી કરાઈ
સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે આજે પોલીસ ઉપયોગમાં લેવાના અશ્વની ખરીદીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત રાજ્યની માઉન્ટેડ કમિટીની ઉપસ્થિતિમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ઘોડાના વેચાણ માટે અશ્વ પ્રેમીઓ જવાહર ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના ઉપયોગમા લેવાના અશ્વની શારીરિક તેમજ અન્યત્ર રીતેની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત ભરમાંથી અશ્વ પ્રેમીઓ ઉમટ્યા હતા અશ્વોને વેચાણ કરવા આવ્યાં હતા.
તેમજ હાઈટ તેમજ અશ્વની નસલ કઈ છે ? તે અંગેની તમામ પ્રકારની વિગતો મેળવવામાં આવી હતી. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જિલ્લાના 25 જેટલા લોકો અશ્વના વેચાણ માટે જવાહર ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. જેમાં ઝાલાવાડી, મારવાડી અને કાઠિયાવાડી જાતવાન અશ્વોની ખરીદી કરવામાં આવી હતી. જેમાં શારીરિક રીતે તથા તમામ પ્રકારે પોલીસમાં ઉપયોગમાં આવે તેવા ઘોડાની ખરીદી કરવામાં આવી હતી.
પોલીસ માઉન્ટેડ કમિટીના ઉચ્ચતર કક્ષાના અધિકારીઓ તેમજ મુખ્ય અધિકારી તરીકે ખુરશીદ અહેમદ તેમજ દીપકકુમાર મેઘાણી તેમજ રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ઉચ્ચતર કક્ષાના અધિકારીઓ પણ આ અશ્વ ખરીદી કેમ્પમાં હાજર રહ્યા હતા. ત્યારે ખાસ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતે પણ હાજરી આપી હતી. સુરેન્દ્રનગર જવાહર પોલીસ ગ્રાઉન્ડ ખાતે અશ્વ ખરીદ કરવા મોટી સંખ્યા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દિપક મેઘાણી અને ખુરશીદ અહેમદે પણ અશ્વ ખરીદ્યા હતા.પોલીસ દળમાં અશ્વ દળનું ખાસ મહત્વ હોય છે. જેથી આ માઉન્ટેન અશ્વ દળ દ્વારા કેમ્પ યોજાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.