તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:લોનની આશાએ મકાન તોડી નાખ્યું, મંજૂર ન થતાં ઝૂંપડાંમાં રહેવાનો વારો આવી ગયો

થાન14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મજૂરી કામ કરતા પરિવારને આવાસ યોજનાનો કડવો અનુભવ
 • લોનની તપાસ કરવા જતાં કચેરીઓમાંથી ‘હજી તમારો વારો આવ્યો નથી’ના જવાબ મળે છે

થાનગઢમાં આવાસ યોજના હેઠળ લોન મળવાની આશાએ અરજી કરી અરજદારે મકાન પાડી નાખ્યું હતું. પરંતુ લોન ન મળતાં ઝુંપડા બાંધી રહેવા મજબૂર થવાનો વારો આવ્યો છે. લોન માટે કચેરીઓના ધક્કા થતાં અરજદારમાં રોષની લાગણી ફેલાઈ છે.

સરકાર દ્વારા લોકોને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકાં મકાન બનાવવા માટે લોન સહાય આપવામાં આવે છે. થાનમાં મકાન પાડી દીધા બાદ લોન સહાય ન મળતાં અરજદાર ઝૂંપડે રહેવા મજબૂર થયા છે.

આ અંગે થાનમાં મજૂરી કરતા વલાણિયા શારદાબહેન નાગરભાઈએ જણાવ્યું કે આવાસ યોજનાનો લાભ લેવા તમામ દસ્તાવેજી કાર્યવાહી કરીને દોઢ વર્ષ પહેલાં રજૂ કર્યા હતા. લોન મળશે તેવી આશાએ મકાન પાડી નાખ્યું હતું પરંતુ હજુ સુધી લોન મળી નથી અને કચેરીઓમાં જઈએ તો ‘હજુ તમારો વારો આવ્યો નથી’નો જવાબ મળે છે. હાલ મકાન પાડી દીધુ હોવાથી ઝૂંપડામાં રહેવા મજબૂર થયા હોવાથી અમે ન ઘરના રહ્યા અને ન ઘાટના રહ્યાનો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો