આયોજન:લોકડાઉનમાં શ્રેષ્ઠ કૃતિઓ બનાવનારા સ્પર્ધકોનું સન્માન

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ વિભાગે ઘરમાં જ પ્રવૃત્તિ કરવા સ્પર્ધા કરી હતી
 • જિલ્લામાંથી 1086 કૃતિઓ બનાવી પોલીસને મોકલાઇ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દેશમાં સૌ પ્રથમ વાર લોકડાઉનના સમયે લોકો ઘરમાં જ રહીને સર્જનાત્મક પ્રવૃતિ કરે તે માટે સ્પર્ધાનું આયોજન કર્યુ હતુ. 25 માર્ચથી 30 મે દરમિયાન લોકડાઉનના સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી 1086 કૃતિઓ લોકોએ બનાવી જિલ્હલા પોલીસ વિભાગને મોકલી હતી.

તાજેતરમાં આ તમામ કૃતિઓનું ડીટીસી સેન્ટર ખાતે પ્રદર્શન પણ યોજાયુ હતુ. જેને રેન્જ આઇ.જી. સંદીપ સિંહા, મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ સહિતનાઓએ કૃતિઓ નિહાળી હતી. આ કૃતિઓમાંથી ચાર વયજૂથ પૈકી પ્રથમ ત્રણ ક્રમે આવનાર સ્પર્ધકોને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના હસ્તે પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

વય જૂથ પ્રમાણે વિજેતાઓ
0 થી 12 વર્ષનું વયજૂથ

 • 1 : રૂદ્ર પ્રકાશભાઇ પરમાર
 • 2 : ચાંદની દેવેન્દ્રભાઇ લકુમ
 • 3 : દેવ આનંદભાઇ પંડયા

13 થી 18 વર્ષનું વયજૂથ

 • 1 : ભવ્યરાજસિહ ભૂપતસિંહ પરમાર
 • 2 : વીધી ડાયાલાલ મોઘરીયા
 • 3 : નફીસા અલ્લારખાભાઇ મોવર

19 થી 30 વર્ષનું વયજૂથ

 • 1 : નીશા સલીમભાઇ વોરા
 • 2 : અવની રતનપરા
 • 3 : ધર્મીષ્ઠા બળદેવભાઇ મકવાણા

30થી ઉપરની વયજૂથ

 • 1 : ચેતના પ્રકાશભાઇ પટેલ
 • 2 : ડો. દીપકકુમાર રતીલાલ મહેતા
 • 3 : ગૌતમ અરવિંદભાઇ રાઠોડ
અન્ય સમાચારો પણ છે...