કાર્યવાહી:હનીટ્રેપ, હત્યાના કેસના 4 આરોપી જેલહવાલે

સુરેન્દ્રનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જોરાવરનગરના કરીયાણાના વેપારી ભરતભાઇ ચૌહાણને હનીટ્રેપમાં ફસાવી રૂપિયાની માંગણી કરવાના કેસમાં મહિલા સહિત 5 આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં ભરતભાઇને મોહજાળમાં ફસાવનાર મહિલા ઉર્વશી ડાભી ને કોર્ટમાં રજૂ કરી શનીવારે જ જેલ હવાલે કરાઇ હતી. જયારે બાકીના 4 આરોપી મહેશ પટેલ, મોહીત ભરવાડ, રાજુ કોળી અને ઇકબાલ ફકીરના સોમવાર બપોર સુધીના પોલીસને રીમાન્ડ મળ્યા હતા. ત્યારે રીમાન્ડ પૂર્ણ થતા પીએસઆઇ એન.એચ.કુરેશી સહિતના સ્ટાફ દ્વારા ચારેય આરોપીઓને કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...