તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલિકા દહન:જિલ્લામાં નિયમોના પાલન સાથે હોલિકાદહન કરાયુ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચોટીલાના ડુંગર પર ભક્તોએ દર્શન કર્યા

ઝાલાવાડીઓએ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો જાળવીને હોળી માતાના પૌરાણીક તથા ગત સ્વરૂપે દર્શન કર્યા હતા. રતનપર સમસ્ત વિસ્તારમાં પરંપરાગત રીતે હોળી પ્રગ્ટાવી ભક્તોએ પ્રદક્ષિણા અને દર્શનનો લ્હાવો લીધો હતો.જ્યારે ચામુંડાધામ ચોટીલામાં માનવ મહેરામણ ઉમટ્યુઃ ડુંગર ઉપર હોળી પ્રાગટય બાદ અન્યત્ર હોલીકા પ્રજ્વલિત થઈ હતી. ચામુંડાધામ ચોટીલામાં ફાગણ સુદ પુનમ, હોળી અને રવિવારનો ત્રિવેણી સંગમ યોજાતા રાજ્યમાં વધતા જતા કોરોનાના ખોફ વચ્ચે પણ મોટી સંખ્યામાં માઈ ભક્તોનો ઘસારો ચોટીલા ખાતે ઉમટી પડેલો હતો.

તળેટી વિસ્તારમાં વહેલી સવારથી બપોર સુધી હકડેઠઠ માનવ મહેરામણની અવર જવર રહેલી હતી. આમ તો રાજ્યમાં કોરોનાનો કહર વધી રહેલો છે. ત્યારે યાત્રાધામ ઉપર લોકોની શ્રધ્ધા અડીખમ અને અડગ જોવા મળે છે તેવુ ભીડ ઉપરથી જણાય છે. હોલીકા દહનની ચામુંડા ડુંગર ઉપરની એક પરંપરા રહી છે કે ડુંગર ઉપર હોળી પ્રાગટય થાય પછી તેની દર્શન બાદ સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોલીકા દહન કરવામાં આવેલી છે. ડુંગર ઉપર સંધ્યા આરતી બાદ હોળીનાં દર્શન અને પ્રદક્ષિણાનો લ્હાવો અનેક માઈભક્તોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો