તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળિકાના લગ્ન:ગુજરાતનાં મોરબી શહેરમાં થાય છે હોળિકાના લગ્ન, કોરોનાની મહામારીના કારણે આ વર્ષે 150 વર્ષ જૂની પરંપરા તૂટી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
ગુજરાતનાં મોરબી શહેરમાં થાય છે હોળિકાના લગ્ન
 • હોળિકાના લગ્ન ઉત્સવમાં સતવારા સમાજના લોકો ઉત્સાહભેર જોડાતા હોય છે
 • લગ્ન ઉત્સવમાં માટીમાંથી બે પુતળા બનાવવામાં આવે છે

હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી તો દેશભરમાં કરવામાં આવતી હશે. પરંતુ હોળિકાના લગ્ન એક માત્ર મોરબીમાં જ કરવામાં આવતા હોય છે. અને મોરબીની આસપાસના વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજના લોકો તેમાં ઉત્સાહભેર જોડાતા હોય છે.

જો વાત હોય શ્રદ્ધાની તો તેમાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી

જો કે, આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સતવારા સમાજના લોકો દ્વારા તેની 150 વર્ષ જૂની પરંપરાને તોડવામાં આવી છે. અને હોળીની રાખમાંથી હોળિકા કે જેને વેણીમાંનું નામ દેવામાં આવે છે તે અને શામબાપાના રાક્ષસ જેવા પૂતળા બનાવીને એક જગ્યાએ મૂકી દેવામાં આવેલ છે. અને ત્યાં આવીને મહિલાઓ સહિતના લોકો તેની માનતા પૂરી કરી જાય છે.

હોળિકા રાક્ષસ કુળની હતી માટે તેનું પુતળું તેવું વિકરાળ બનાવવામાં આવે છે

'જો વાત હોય શ્રદ્ધાની તો તેમાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી' તે ઉક્તીને મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારો રહેતા સતવારા સમાજના લોકોએ સાર્થક કરેલ છે. અને દર વર્ષે ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક હોળી ધૂળેટીના તહેવારમાં હોળીકાના લગ્ન સતવારા સમાજ દ્વારા કરાવવામાં આવે છે. જો કે, આ લગ્ન માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા માટીમાંથી બે પુતળા બનાવવામાં આવે છે. અને હોળિકા રાક્ષસ કુળની હતી માટે તેનું પુતળું તેવું વિકરાળ બનાવવામાં આવે છે. રાક્ષસની સાથે જ તેના લગ્ન કરવાના હોય છે. માટે તેના વરરાજાને પણ તેના જેવા જ હોય તેમ માનીને વરરાજાનું પુતળું પણ વિકરાળ બનાવવામાં આવે છે. વાડીએ વાડીએ તેની જાનને લઈ જવામાં આવે છે. જો કે, કોરોનાના લીધે આ 150 વર્ષ જૂની પરંપરાને સતવારા સમાજના આગેવાનો દ્વારા લોકોની સંમતિ સાથે તોડવામાં આવી છે.

શામબાપા તેમજ વેણીમાંની જાન વાડીએ વાડીએ ફરતી હોય છે

એવુ કહેવાય છે કે, ભગત પ્રહલાદને ખોળામાં લઈને હોળિકા જયારે હોળીમાં બેઠા હતા. ત્યારે તે કુંવારા હતા અને કુંવારા મૃત્યુ થયું હોવાથી વર્તમાન સમયમાં જે રીતે પરણાવવા સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. તેવી જ રીતે હોલીકાનો આત્મા લગ્નમાં રહી ગયો હોવાથી વર્ષો પહેલા સતવારા સમાજના ઘણા લોકોના લગ્નમાં યેનકેન પ્રકારે વિઘ્ન આવતા હતા. જેથી તે સમયથી હોળિકા એટલે કે, વેણીમાં અને શામબાપના લગ્ન મોરબીની આસપાસના વિસ્તારોમાં આવેલ વાડી વિસ્તારોમાં કરાવવામાં આવે છે. અને શામબાપા તેમજ વેણીમાંની જાન વાડીએ વાડીએ ફરતી હોય છે. પરંતુ આ વર્ષે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જાન લઈને જવાના બદલે ભાંડીયાની વાડીમાં જે જગ્યાએ હોળી કરવામાં આવે છે. ત્યાં જ માટીના પૂતળા બનાવીને મૂકી દેવામાં આવ્યા છે. આવી જ રીતે વૈષ્ણવની વાડી, બવ્રાની વાડી, ઘુચારની વાડી, જેપુરિયાની વાડી, માંગરની વાડી, ભોલની વાડી, હદાનીની વાડી, રંગાણીની વાડી સહિતની તમામ વાડીમાં આજે વર્ષો જૂની પરંપરા તોડીને લગ્ન પ્રસંગની જાનને કાઢવામાં આવી નથી. અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મંદિરે આવીને વેણીમાં અને શામબાપના દર્શન કરીને તેની માનતા પૂરી કરી રહ્યાં છે.

આ પરંપરા આજકાલથી નહિ પરંતુ વર્ષોથી ચાલી આવે છે

ભારતની અંદર હિંદુ સંસ્કૃતિમાં જેટલા પણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેના પાછળ કોઈને કોઈ ઉદેશ ચોક્કસ હોય છે. તેવી જ રીતે દેશભરમાં આજે લોકો રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે મોરબીના વાડી વિસ્તારમાં વેણીમાં અને શામજી બાપના લગ્ન કરાવવામાં આવે છે અને દરેક વાડીમાં ઘરે ઘરે તેની જાન જતી હોય છે. ત્યાં લોકો આ એકત્રિત થાય અને ત્યાર બાદ રાસ ગરબા સહિતની રમઝટ બોલાવવામાં આવતી હોય છે અને હાલમાં જ્યારે કોરોનાના કેસ મોરબી શહેર અને જીલ્લામાં વધી રહ્યા છે. ત્યારે જો વેણીમાં અને શામજી બાપના લગ્નની જાન કાઢવામાં આવે અને તેમાં વધુ લોકો એકત્રિત થાય તો કોરોનાની સંક્રમણ ફેલાવાની શક્યતા હોય છે. માટે વાડી વિસ્તારના લોકોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. જો કે, હાલમાં દર્શન કરવા માટે જે લોકો આવે અને જે રકમ આપે તેનો ઉપયોગ શેરી ગલ્લીઓમાં રખડતા કુતરા, અબોલ પક્ષી સહીતના માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પરંપરા આજકાલથી નહિ પરંતુ વર્ષોથી ચાલી આવે છે.

મોરબી શહેરમાં જ આ રીતે હોળિકાના લગ્ન કરાવવામાં આવે છે

રંગોત્સવની ઉજવણી બધા જ કરે છે પરંતુ શા માટે રંગોત્સવ ઉજવાઈ છે તે આજકાલના યુવાનોને ખબર પણ નહિ હોય તે હક્કિત છે. એવું કહેવાય છે કે, હોળિકાનું હોળીમાં દહન થઇ ગયું અને ભકત પ્રહલાદનો બચાવ થયો હતો તેની ખુશીમાં રંગોત્સવ ઉજવાઈ છે. જો કે, હોલીકાનું મુર્ત્યુ થયું ત્યારે તેના લગ્ન થયા ન હતા. જેથી હોળિકાના લગ્ન મોરબીની આસપાસમાં આવેલ વાડીમાં કરાવવામાં આવતા હોય છે. અને કદાચ સમગ્ર ગુજરાતમાં એક માત્ર મોરબી શહેરમાં જ આ રીતે હોળિકાના લગ્ન કરાવવામાં આવે છે. જો કે, કોરોનાના લીધે સતવારા સમાજ દ્વારા તેની 150 વર્ષ જૂની પરંપરા મુજબના કાર્યક્ર્મને મોકૂફ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો