તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળીકા દહન:સુરેન્દ્રનગર જીલ્લામાં 400થી વધુ જગ્યાએ પરંપરાગત રીતે હોળીકા દહન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • ઠેર-ઠેર હોળી શણગારવાની સાથે ઔષધિય હોળીનું પણ આયોજન કરાયું

કોરોના મહામારીના લીધે સરકાર દ્વારા હોળીને 'હા' અને ધૂળેટીને 'ના' કહેવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેર અને હળવદ, ધ્રાંગધ્રા, પાટડી, લખતર, લીંબડી, ચોટીલા, સાયલા, થાન, મૂળી સહિતના જીલ્લાના 10 તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં મળીને 400થી વધુ જગ્યાએ પરંપરાગત રીતે હોળીકા દહનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ.

પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો

સુરેન્દ્રનગર જીલ્લામાં કેટલીક જગ્યાએ હોળી પ્રગટાવવામાં છાણા, લાકડા અને પતંગ સહિતની ચીજવસ્તુઓ અને રંગોળીઓ દ્વારા અનોખી રીતે શણગારવામાં આવી હતી. તો કેટલીક જગ્યાએ યુવક મંડળો દ્વારા વૈદિક હોળીનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ચંદન અને આંબાની ઔષધિના લાકડા, છાણાં અને ચારના પુડાનું દહન કરવામાં આવ્યું હતુ. જ્યારે હોળીકા દહન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો