હોળીકા દહન:ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ઉપર વરસાદી માહોલ વચ્ચે હોળીકા દહન કરાયું

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ઉપર વરસાદી માહોલ વચ્ચે હોળીકા દહન કરવામાં આવ્યું હતુ. ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીની આરતી બાદ દર વર્ષે હોલિકા દહન કરવામાં આવે છે. ચામુંડા માતાજીના ભક્તો માતાજીની આરતીના દર્શન સાથે સાથે ડુંગર ઉપર હોલિકા દહનના પણ દર્શનનો લ્હાવો લઇને ધન્યતા અનુભવે છે

ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર અનેક વર્ષોથી મહંત પરીવાર દ્વારા પરંપરાગતરીતે હોળી પ્રગટાવવામાં આવે છે. જેમાં પહેલા ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ઉપર હોળી પ્રગટ્યા પછી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવે છે, તેવી પણ માન્યતા છે. ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીની આરતી બાદ દર વર્ષે હોલિકા દહન કરવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...