કપાસના ઉત્પાદનમાં ઝાલાવાડ અગ્ર હરોળમાં છે ત્યારે કપાસના હાજર બજારમાં ભાવમાં લાંબા સમય બાદ તેજી જોવા મળી છે, જેમાં એક મણના ભાવમાં ઐતિહાસિક ઉછાળા સાથે રૂ. 2000ના બોલાવા લાગ્યા છે.વરસાદ ઓછો પડતાં કપાસના છોડમાં વૃદ્ધિ ન થવા સાથે પાણીના અભાવે ઉત્પાદન ઓછું આવતાં ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. પરંતુ કપાસના હાજર બજારમાં ભાવમાં લાંબા સમય બાદ તેજી જોવા મળી રહી છે, જે પહેલાં ભાવ રૂ. 1100થી રૂ. 1200 વચ્ચે મણના જોવા મળતા હતા, તેમાં એકાએક તેજી જોવા મળી રહી છે અને ભાવમાં મણે રૂ. 800નો ઉછાળા સાથે મણના રૂ. 2000ના ઉપર ભાવ માર્કેટિંગ યાર્ડ, જિનિંગ મિલમાં બોલાવા લાગ્યા હતા.
આમ વેપારીઓ દ્વારા સારા માલની ખરીદી કરી રહ્યા છે, જેને લઈને એકાએક ભાવમાં ઉછાળો આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. આ અંગે વેપારી બળદેવભાઈ પટેલે જણાવ્યું કે કપાસમાં ઉત્પાદન ઘટવાના સમાચારને લઈને વેપારી અને વિદેશમાં માંગ વધવાથી ભાવમાં હાલ ઉછાળો જોવા મળ્યો છે. સારા માલના ભાવ ઐતિહાસિક રૂ. 2000ને પાર બોલાયા છે, જે પ્રથમ વાર છે. આ અંગે ખેડૂત નરશીભાઈ પટેલે જણાવ્યું કે વરસાદ ખેંચાતાં કપાસનો ઉતારો ઓછો આવ્યો છે. ભાવમાં તેજી આવતાં ખેડૂતોને ફાયદો થતા આનંદની લાગણી છવાઈ ગઈ છે.
વર્ષ પ્રમાણે બદલાતા કપાસના ભાવ
વર્ષ | ભાવ(મણના) |
2013-14 | 950-1000 |
2014-15 | 800-900 |
2015-16 | 950-1050 |
2016-17 | 900-1000 |
2017-18 | 1200-1220 |
2018-19 | 1000-1000 |
2019-20 | 1100-1200 |
2020-21 | 1000-1200 |
2021-22 | 1200-2000 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.