તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોગચાળાની ભીતિ:બોડાતળાવમાં માટીના વાસણો સહિતનો કચરો ઠલવાતાં નર્કાગાર

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોડાતળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષ.
  • કપડાં ધોવા આવતી મહિલાઓ પરેશાન, તંત્ર દ્વારા સત્વરે ગંદકી દૂર કરી સાફસફાઇ કરાવાય તેવી લોકમાંગ

વઢવાણ શહેર ગેબનશાપીર સર્કલ આગળ આવેલા બોડાતળાવમાં દિવાળીના કકળાટ સહિતની ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષ ફેલાયો છે. તળાવમાં ફેલાયેલી ગંદકીના કારણે તળાવની દિવસે દિવસે હાલત ખરાબ બની છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કરવા લોકમાંગ ઉઠી છે. વઢવાણ શહેરમાં તળાવો અને બગીચાઓ પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો કરીને તેને સ્વચ્છ સાથે સુંદર બનાવી દીધા હોવાના ગાણા ઠેર ઠેર ગવાઇ રહ્યાં છે. ત્યારે શહેરનાં બોડાતળાવ સાથે જાણે ઓરમાયુ વર્તન થઇ રહ્યાની સાથે પોતાની આપવિતી કહેતુ હોય તેવી દશામાં જોવા મળી રહ્યું છે. શહેરમાં ચાર પાંચ દિવસે પાણી વિતરણ થતુ હોવાના કારણે મોટા ભાગની શહેરની બહેનો આ તળાવે કપડા ધોવા અને સ્નાન કરવા આવતી હોય છે. પરંતુ ઘણા દિવસોથી આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે રાખીબેન, ભાવનાબેન, મનિષાબેન, મણીબેન વગેરે જણાવ્યું કે, આ તળાવમાં પ્રવેશતા ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. પ્લાસટીકની થેલી, ડબાઓ, કાંટાની ઝાડીઓ, કાગળો સહિતનો આ તળાવમાં ફેંકાતા દિવસે દિવસે કચરો વધી રહ્યો છે. ત્યારે ગંદકીના કારણે મહિલાઓને કપડાઓ ધોવા તેમજ સ્નાન કરવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત દિવાળીનો કકળાટ કાઢવા માટે માટીના માટલીઓ, તાવડીઓ સહિતના વાસણો અને ચીજવસ્તુઓ પણ તળાવમાં ફેંકાતા તળાવની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ તળાવમાંથી ગંદકીઓ દૂર કરાવે તેવી આવે તેવી માગણી છે .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો