કરા અને ભારે પવન સાથે વરસાદ:સુરેન્દ્રનગરના લીંબડીમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો, કરા પડતા ખેતીપાકને નુકસાન થવાની ભીતિ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હવામાન ખાતાની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક જોરદાર પલ્ટો આવ્યા બાદ બરફના કરા અને પવનના સૂસવાટા સાથે મુશળધાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્યારે લીંબડી શહેર તેમજ ચુડા પંથકમાં ભારે પવન અને વાવઝોડા સાથે વરસાદ આવતા ખેતીમા ભારે નુકસાન થવાની આશંકાથી જગતના તાતની કફોડી હાલત થવા પામી હતી.

ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ આકાશ કાળા ડીબાંગ વાદળોથી ગોરંભાયેલુ રહ્યું હતુ. અને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક જોરદાર પલ્ટો આવ્યા બાદ બરફના કરા અને પવનના સૂસવાટા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જેમાં લીંબડીમાં કરા સાથે વરસાદ આવતા ઘઉં, જીરુ ચણા અને રાયડા સહિતના પાકમાં મોટા પાયે નુકસાન થતાં ધરતીપુત્રોને ઉનાળાની શરૂઆતમાં જ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

જ્યારે કરા સાથે વરસાદની સાથે ભારે પવન ફુંકાતા વરીયાળીના પાકમાં મોટુ નુકસાન જતાં ખેડૂતોને આર્થિક નુકસાન ઉઠાવવાની નોબત આવી પડી હતી. જ્યારે લીંબડી શહેર તેમજ ચુડા પંથકમાં ભારે પવન અને વાવઝોડા સાથે વરસાદ આવતા ખેતીમા ભારે નુકસાન થવાની આશંકાથી જગતના તાતની કફોડી હાલત થવા પામી હતી. બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચૂડા પંથકમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.