વરસાદ:સુરેન્દ્રનગર જિલ્લાના કલ્યાણપુર ગામમાં ભારે વરસાદના કારણે કપાસ, મગફળી અને એરંડાના પાકમા ભારે નુકશાન

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
સુરેન્દ્રનગર જિલ્લાના કલ્યાણપુર ગામમાં ભારે વરસાદના કારણે કપાસ, મગફળી અને એરંડાના પાકમા ભારે નુકશાન
  • નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોના મોંઢામાં આવેલો કોળીયો છીનવાયો
  • ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં અઠવાડિયામાં ત્રીજી વાર વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે. જિલ્લાના કલ્યાણપુર ગામમાં ભારે વરસાદ પડ્યો હતો. જેથી ખેતી પાકમાં નુકસાન પણ થયું છે. તેમજ ચોટીલામાં અચાનક વરસાદ ખાબક્યો હતો. ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારોમાં એક અઠવાડિયામા ત્રીજી વાર વરસાદ વરસ્યો છે.

ચોટીલા પથંકમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ 350 મિ.મી વરસાદ વરસ્યો છે. વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ વરસાદના કારણે ચોટીલા પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ વરસાદથી ચોમાસુ પાકને જીવનદાન મળ્યું છે.

જગતનો તાત દયનીય હાલતમાંત્યારે બીજીબાજુ સુરેન્દ્રનગર જિલ્લાના કલ્યાણપુર ગામમાં ભારે વરસાદ કારણે કપાસ, મગફળી અને એરંડાના પાકમાં ભારે નુકશાન થયું છે. નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોનો મોંઢામાં આવેલો કોળીયો છીનવાઈ ગયો હતો. જેથી જગતનો તાત દયનીય હાલતમાં મુકાઇ ગયો હતો.

ધોળીધજા ડેમ છલકાવાની શક્યતા
સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમમાં વરસાદી પાણીની આવક ચાલુ થઇ ગઇ છે. જો હજુ વરસાદ થાય અને ધોળીધજા ડેમ છલકાય તો ભોગાવા નદીમાં પાણી આવે તેમ છે. સાવચેતીના પગલારૂપે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરમાં રિક્ષા ફેરવીને નદીકાંઠાના લોકોને નદીમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...